UP News : ઉત્તર પ્રદેશ મંડી પરિષદની બેઠકમાં પ્રાકૃતિક ઉત્પાદનોના બ્રાન્ડિંગ CM યોગીએ મૂક્યો ભાર
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને જિલ્લા સ્તરે અને સરકારી મંડીઓમાં પણ ઓર્ગેનિક અને કુદરતી ઉત્પાદનો માટે આઉટલેટ્સ સ્થાપવાની યોજના તૈયાર કરવા જણાવ્યું છે.
યોગી સોમવારના રોજ લખનઉમાં તેમના સત્તાવાર આવાસ પર ઉત્તર પ્રદેશ મંડી પરિષદના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 168મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ડિવિઝનલ હેડક્વાર્ટરમાં ઓર્ગેનિક પ્રોડક્ટના આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેમને જિલ્લા અને મંડી સ્તર સુધી વિસ્તારવાની જરૂર છે.

તેમણે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા કુદરતી ઉત્પાદનોના પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ માટે કૃષિ યુનિવર્સિટીઓમાં પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપવા ઉપરાંત રાજ્યમાં ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે બજારોનું આયોજન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અયોધ્યામાં આચાર્ય નરેન્દ્ર દેવ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીમાં ટીશ્યુ કલ્ચર લેબોરેટરી સ્થાપવાના કામને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટિશ્યુ કલ્ચર લેબ ઓછામાં ઓછા 3 હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવી જોઈએ, જેનો સમગ્ર ખર્ચ મંડી પરિષદ ઉઠાવશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાદેશિક જરૂરિયાત મુજબ નવા ખેડૂત બજારો અને મંડીઓની સ્થાપના થવી જોઈએ. તે પ્રોત્સાહક છે કે, મંડી ફીમાં કાપ છતાં મંડીઓની આવકમાં વધારો થયો છે.
આ બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મંડીઓની આવક 2021-22માં 614 કરોડ રૂપિયાથી વધીને 2022-23માં 1,520.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં મે સુધી આવક 251.61 કરોડ રૂપિયા થઈ છે.












Click it and Unblock the Notifications
