Ayushman Card: યુપી સરકારે 60 વર્ષના વૃદ્ધોને 2024 પહેલા આપી આ મોટી ભેટ
Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY): ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લીધો છે. સરકાર હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્માન કાર્ડ આપશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 14 લાખ લોકોને આનો લાભ મળશે.
યુપીના મુખ્ય સચિવ મેડિકલ હેલ્થ પાર્થ સારથી સેન શર્માએ આયુષ્માન કાર્ડ અંગે તમામ ડિવિઝનલ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ જાહેર કર્યા છે અને તેમને આ સંદર્ભે તાત્કાલિક અસરકારક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી યુપીના 14 લાખ લોકો આમાં સામેલ થશે.

આ યોજનાથી વૃદ્ધોને મોટી રાહત મળશે. જિલ્લાઓમાં કેમ્પ યોજીને આવા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. લોકો https://beneficiary.nha.gov.in પોર્ટલ દ્વારા તેમનું આયુષ્માન કાર્ડ પણ મેળવી શકે છે. રાજ્યની કુલ 3,603 સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં લોકોની મફત સારવાર પાછળ 3,407 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
