UP News: અયોધ્યામાં બોટ ટુરિઝમને પ્રોત્સાહન આપશે યોગી સરકાર, આ છે આખી યોજના
Chief Minister Yogi: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે અયોધ્યામાં બોટ ટુરિઝમ પર ફોકસ કરવાનો દાવો કર્યો છે. આ માટે સીએમ યોગીની ઈચ્છા મુજબ સરકારે પોતાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓની વાત માનીએ તો ડિસેમ્બર સુધીમાં બે બોટ અયોધ્યા પહોંચી જશે.
ગુપ્તાર ઘાટ અને નયા ઘાટ નામના બે ઘાટ પરથી પ્રવાસીઓ માટે બે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કેટામરન બોટ કાર્યરત થશે. અયોધ્યામાં રામ મંદિર આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવે તે પહેલાં, મંદિરના નગરમાં પ્રવાસનને વેગ આપવા માટે સરયુ નદી પર બે ઘાટ કાર્યરત કરવામાં આવશે.

આ ઘાટો મંદિર નગરમાં આવતા પ્રવાસીઓના મનોરંજન માટે હશે. જેટ્ટી એ એક એવુ માળખું છે જે જમીનમાંથી પાણીમાં જાય છે જ્યાં મુસાફરોને ચઢવા અને ઉતરવા માટે જહાજને ઉભુ રાખવામાં આવે છે. તેનો ઉપયોગ માલના લોડિંગ અને અનલોડિંગ માટે પણ થાય છે.
બે જેટ્ટીઓ ગુપ્તાર ઘાટ અને નયા ઘાટથી કાર્યરત થશે જ્યાંથી બે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કેટામરન બોટ પ્રવાસીઓ માટે કામ કરશે. વારાણસી પછી અયોધ્યા રાજ્યનું બીજું શહેર હશે જ્યાં નદી-પર્યટનને આકર્ષવા માટે ઘાટ બનાવવામાં આવશે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું કે આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં બે બોટ અયોધ્યા પહોંચશે. તાજેતરમાં, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજય બંદોપાધ્યાયે અયોધ્યા પ્રશાસન સાથે પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા અયોધ્યાની મુલાકાત લીધી હતી.
દયાલના જણાવ્યા અનુસાર સરયુ નદીમાં જ્યાં નદીના પટ છીછરા છે ત્યાં ડ્રેજિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી ઘાટની નજીક કાંપ પડયો છે. અયોધ્યા પ્રશાસને સરયૂ નદીમાં નદી-પર્યટનને પ્રવાસીઓ માટે યાદગાર બનાવવાની યોજના બનાવી છે. ગુપ્તાર ઘાટ અને નયા ઘાટ એમ બે ઘાટ વચ્ચેની 15 કિલોમીટર લાંબી મુસાફરી જોવાલાયક હશે.
અયોધ્યા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં રામ મંદિર ભક્તો માટે ખુલ્યા બાદ અયોધ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થવાની આશા છે. સરયુ નદી પરની ક્રૂઝ મુલાકાતીઓ માટે મંદિરના નગરમાં બે-ત્રણ દિવસ રોકાવાની વધારાની સુવિધા હશે. હાલમાં અયોધ્યામાં દરરોજ સરેરાશ 15,000 ભક્તો રામ મંદિરના દર્શન કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
