UP News: યોગી સરકારમાં ઠાર મરાયો પહેલો કુખ્યાત, રડાર પર હતા 50 નેતા અને વ્હાઈટ કૉલર્સ
UP News: ઉત્તર પ્રદેશના સ્યોહારા પોલીસ સ્ટેશન ક્ષેત્રના રાના નંગલા નિવાસી કુખ્યાત ગેંગસ્ટર અને અઢી લાખનો ઈનામી આદિત્ય રાણાને પોલીસે જંગલમાં થયેલ એનકાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે તે બુઢનપુર પોલીસ ચોકી વિસ્તારના જંગલમાં છે અને ભાગવાની ફિરાકમાં છે. પોલીસે ઘેરાબંધી કરી. પોલીસની વળતી કાર્યવાહીમાં તે ઘાયલ થઈ ગયો. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનુ મોત થઈ ગયુ.

તમને જણાવી દઈએ કે આ અથડામણમાં પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થઈ ગયા. આદિત્ય 23 ઓગસ્ટ, 2022ના રોજ બિજનૌરથી લખનઉ જેલ લઈ જતી વખતે શાહજહાંપુરમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.
કુખ્યાત ગેંગસ્ટર આદિત્યના રડાર પર મુરાદાબાદના 50થી વધુ નેતાઓ, વ્હાઈટ કૉલર્સ અને સાક્ષીઓ હતા. તે આ બધાની હત્યા કરીને જિલ્લામાં તેની ગેંગ ઉભી કરીને તેનુ રાજ સ્થાપિત કરવા માંગતો હતો. વળી, તે ઈનામી બદમાશ સુમિતની હત્યા કરીને પૂર્વ બ્લૉક પ્રમુખની હત્યાનો બદલો લેવા માંગતો હતો.
તેને બિજનૌર-મુરાદાબાદમાં ઘણા નામચીન લોકોની સોપારી લીધી હતી. એક વકીલને પણ ધમકી આપી હતી. પોતાનો ભય ફેલાવી રાખવા માટે તે સતત જિલ્લામાં મૂવમેન્ટ કરી રહ્યો હતો. જો કે, પોલીસને ચોક્કસ માહિતી મળતા તેના કામ શરુ કર્યુ અને એનકાઉન્ટરમાં ઠાર માર્યો.
આદિત્ય ઠાર મરાયા બાદ ઘણા લોકોની પોલીસ સુરક્ષા હટાવી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે યોગી સરકારનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. અહીં અત્યાર સુધી થયેલા એનકાઉન્ટરમાં કોઈ બદમાશ માર્યો ગયો નથી. હાફ એનકાઉન્ટર થયા છે. દસ વર્ષ પહેલા કિરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ લૂંટીને ભાગેલા મુઝફ્ફરનગરના બદમાશ સંદીપને એનકાઉન્ટરમાં ઠાર મરાયા બાદ હવે આદિત્યનુ એનકાઉન્ટર થયુ છે.












Click it and Unblock the Notifications
