Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાજીપુરઃ કોન્સ્ટેબલનું પથ્થરમારામાં મોત, CM યોગી આપશે 40 લાખનું વળતર

ગાજીપુરઃ મૃતક કોન્સ્ટેબલના પરિજનોને 40 લાખના વળતરની ઘોષણા

ગાજીપુરઃ ગાજીપુર જિલ્લામાં પીએમની રેલી બાદ પરત ફરી રહેલા વાહનો પર શનિવારે એક સ્થાનિક પાર્ટીના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃત કોન્સ્ટેબલના પરિજનોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા, એક પરિજનને નોકરી તથા અસાધારણ પેન્શન આપવાના નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ સુરેશ વસ્તના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ગાજીપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક યશવીર સિંહે જણાવ્યું કે પીએમના કાર્યક્રમને કારણે રાષ્ટ્રીય નિષાદ પાર્ટીના કાર્યકરો શહેરમાં ઠેર-ઠેર પ્રદર્શન કરી રહ્યા હતા જેને પોલીસ પ્રશાસને રોકી રાખ્યું હતું.

એક પથ્થર સુરેશના માથામાં પણ લાગ્યો

એક પથ્થર સુરેશના માથામાં પણ લાગ્યો

કાર્યક્રમ સમાપ્ત થયા બાદ જ્યારે પીએમ ચાલ્યા ગયા ત્યારે પાર્ટીના કાર્યકરો શહેરમાં કેટલીય જગ્યા પર એકઠા થવા લાગ્યા અને રેલીથી પરત ફરી રહેલાં વાહનો પર પથ્થરમારો કરવા લાગ્યા. આ જામ ખોલવવામાં જિલ્લાના કરીમુદ્દીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિપાહી સુરેશ વત્સ (48) પણ લાગ્યા હતા. પથ્થરમારામાં એક પથ્થર સુરેશના માથામાં પણ લાગ્યો અને તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. તેમને તુરંત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા પરંતુ બચાવી ન શકાયા.

5 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી

એસએસપી મુજબ આ દરમિયાન લગભગ 15 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અને વીડિયોગ્રાફીની મદદથી અન્ય પ્રદર્શનકારીઓની પણ ઓળખાણ કરવામાં આવી રહી છે. શહીદ સિપાહી સુરેશ પ્રતાપગઢનો રહેવાસી હતો. જણાવી દઈએ કે આ મહિને રાજ્યમાં આવી બીજી ઘટના છે, જ્યારે ભીડે પોલીસકર્મીની હત્યા કરી હોય. અગાઉ 3 ડિસેમ્બરે બુલંદશહરમાં ગૌહત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ લોકોએ ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

પથ્થરમારોના જવાબમાં ભાજપના કાર્યકર્તાઓએ પણ કાંકરીછારો કર્યો હતો

પથ્થરમારોના જવાબમાં ભાજપના કાર્યકર્તાઓએ પણ કાંકરીછારો કર્યો હતો

જણાવી દઈએ કે શનિવારે રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ મહારાજા સુહેલદેવ પર ટપાલ ટિકિટ જાહેર કરવાની સાથે જ મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કર્યો. આ રેલીમાં ભાગ લેવા માટે આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો આવ્યા હતા. રેલીથી પરત ફરતી વખતે ગાજીપુર કઠવા ગોલાઈ પાસે બીજેપી સમર્થકોની ગાડી પર એસબીએસપીના સમર્થકોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં ભાજપના સમર્થકોએ પણ ઈંટ-પથ્થરો ફેંક્યા હતા. પથ્થરમારાને પગલે ભાજપ જનપ્રતિનિધિઓની ગાડી પણ ફસાઈ રહી

ભાજપી નેતાઓનો દાવો

ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે કેમક કરીને બંને તરફથી ઉગ્ર લોકોને શાંત કરાવ્યા અને ભાજપના સમર્થકોની ગાડી આગળ રવાના કરી. ભાજપી નેતાઓનો દાવો છે કે રાજભર સમુદાયની ભારે ભીડ ગાજીપુર રેલીમાં જોઈ ઓમપ્રકાશ રાજભરના સમર્થકોએ હતાશામાં આ પગલું ઉઠાવ્યું. ઉલ્લેખનીય છે કે એસબીએસપી અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો અને નિમંત્રણ મળવા છતાં તેઓ રેલીમાં હાજર નહોતા રહ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X