UP: પીએમ સ્વામિત્વ યોજના શું છે, યોગી સરકાર કેમ કરી રહી છે તેના પર ફોકસ?
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM Swamitva Yojana હેઠળ ત્વરિત અને પારદર્શી કાર્યાન્વય માટે કડક નિર્દેશ આપ્યા છે. અહીં જાણો PM સ્વામિત્વ યોજના શું છે અને યોગી સરકાર કેમ તેના કરી રહી છે ફોકસ.
PM Swamitva Yojana in UP: ગ્રામીણ વસ્તીને આત્મનિર્ભર બનાવવાના મિશન હેઠળ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM Swamitva Yojana હેઠળ ત્વરિત અને પારદર્શી કાર્યાન્વય માટે કડક નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને યોજના હેઠળ ડ્રોન સર્વેને નિર્ધારિત સમય પહેલા પૂરો કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રની યોજનાઓથી રાજ્યના લોકોને સૌથી વધુ લાભ મળી રહે તે માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાને લાગૂ કરવામાં સૌથી આગળ છે.

ઉત્તરપ્રદેશમાં 90 હજાર ગામોમાં થઈ ચૂક્યો છે સર્વે
કમિશનર અને સેક્રેટરી (મહેસૂલ) મનીષા ત્રિઘાટિયાએ જણાવ્યુ હતુ કે સ્વામિત્વ યોજના હેઠળ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. તેમણે ખુલાસો કર્યો કે અત્યાર સુધીમાં રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના 90,900 ગામોમાં ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે 34,193 ગામો માટે ઘરો તૈયાર કરવામાં આવ્યા છે.
યુપીમાં અત્યાર સુધીમાં 50 લાખ ધરૌની તૈયાર
અત્યાર સુધીમાં કુલ 50,58,229 'ઘરૌની' તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 25 જૂન, 2022 સુધી 34,69,879 'ઘરૌની'નું વિતરણ કરવામાં આવ્યુ છે. 25 જૂન પછી, 15,88,350 નવી 'ઘરૌની' વિતરણ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે જૂન સુધીમાં તમામ ગામોમાં ડ્રોન સર્વેનુ કામ પૂર્ણ કરી દેવામાં આવશે.
કેન્દ્ર સરકારે 2020માં શરુ કરી હતી યોજના
કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ, 2020માં પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના દ્વારા સરકાર ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગ્રામજનોને સશક્ત બનાવવા માંગે છે. આમ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના વરદાનથી કમ નથી. આના દ્વારા ગામના એ લોકોને તેમની જમીનનો માલિકી હક્ક મળી રહ્યો છે, જેમની જમીન કોઈ સરકારી રેકોર્ડમાં નોંધાયેલી નથી.
9 રાજ્યોમાં ચાલી રહી છે પીએમ સ્વામિત્વ યોજના
PM સ્વામિત્વ યોજના, પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના, 9 રાજ્યોમાં યોજનાના પ્રાયોગિક તબક્કા (2020-2021) સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 24 એપ્રિલ 2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને જમીનના પાર્સલને મેપ કરીને ગ્રામીણ વસતી (અબાદી) વિસ્તારોમાં મિલકતની સ્પષ્ટ માલિકી સ્થાપિત કરવાની દિશામાં એક સુધારાત્મક પગલુ છે અને ગામના પરિવારોના માલિકોને કાનૂની માલિકી કાર્ડ જાહેર કરીને 'અધિકારોનો રેકૉર્ડ' પ્રદાન કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
