For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણને દેશભક્તિની નવી વ્યાખ્યા સીખવવામાં આવી રહી છેઃ સોનિયા ગાંધી

દેશભક્તિની નવી વ્યાખ્યા સીખવવામાં આવી રહી છેઃ સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થનાર જન સરોકાર કાર્યક્રમમાં શનિવારે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી હાજર રહ્યાં. આ કાર્યક્રમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓએ દેશના 200 બિન સરકારી સંગઠનો સાથે મળી આયોજિત કર્યો છે. કાર્યક્રમને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક વર્ષો પહેલા અમે વિચારી પણ નહોતા શકતા કે આપણે આવા હાલાતમાં ભેગા થવું પડશે. આજે આપણને દેશભક્તિની નવી પરિભાષા સીખવવામાં આવી રહી છે. જાતિ-ધર્મથી લોકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા મેઘા પાટેકર સહિત કેટલીય જાણીતી હસ્તિઓએ ભાગ લીધો.

sonia gandhi

સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે આપણને દેશભક્તિની નવી પરિભાષા સિખવવામાં આવી રહી છે. વિવિધતાને સ્વીકાર ન કરનારાઓને દેશભક્ત કહેવાય રહ્યા છે. આપણાથી ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ખાણી-પીણી, પહેરવેશ અને અભિવ્યક્તિની આઝાદીના મામલામાં કેટલાક લોકોની મનમાની સહન કરીએ.

આ પણ વાંચો- કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ

તેમણે આગળ કહ્યું કે હાલની સરકાર લોકોનું જીવન સારું બનાવવાની સંભાવના છીનવી રહી છે. આપણે પૂરી હિંમત સાથે તેનો વિરોધ કરવો પડશે. ભારતને દેશના દરેક નાગરિકો પ્રત્યે સમર્પિત હોય તેવી સરકારની જરૂરત છે. સંવિધાનમાં જે બુનિયાદી સ્વતંત્રતા લખવામાં આવી છે તેને ફરીથી સ્થાપિત કરવી પડશે. આપણે એ સંવૈધાનિક મુદ્દાને ફરી સ્થાપિત કરવા પડશે.

તેમણે આગળ કહ્યું કે આમાં મને કાંઈ શંકા નથી કે કોંગ્રેસ તરફથી જે વાયદા કરવામાં આવી રહ્યા છે તેને પૂરા કરવામાં આવશે અને દેખરેખ પણ રાખશું. અગાઉ પણ અમે કરી બતાવ્યું છે અને આગળ પણ કરી બતાવીશું. આ મહત્વપૂર્ણ અવસર પર જવાહરલાલ નેહરૂની એક વાત યાદ આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ભવિષ્યના નિર્માણ માટે થાક્યા વિના કામ કરવું પડશે.

English summary
UPA Chairperson Sonia Gandhi addresses Peoples Agenda Jan Sarokar 2019 in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X