For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ

ગુજરાતની ગાંધીનગર સંસદીય સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ તરફથી નામાંકન દરમિયાન આપવામાં આવેલી માહિતી અંગે કોંગ્રેસ ચૂંટણી કમિશનમાં પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની ગાંધીનગર સંસદીય સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ તરફથી નામાંકન દરમિયાન આપવામાં આવેલી માહિતી અંગે કોંગ્રેસ ચૂંટણી કમિશનમાં પહોંચી ગઈ છે. કોંગ્રેસે ભાજપ અધ્યક્ષ પર સંપત્તિની જાણકારી છૂપાવવાનો આરોપ લગાવીને અમિત શાહ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

amit shah

કોંગ્રેસ કહ્યુ છે કે અમિત શાહે શપથ પત્રમાં એકવાર ફરીથી ખોટી માહિતી આપી છે. કોંગ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે પહેલા ગાંધીનગરમાં એક પ્લોટ વિશે બીજા તેમના પુત્ર તરફથી બેંકમાંથી લેવાયેલા ઋણ વિશે તેમણે ખોટી માહિતી આપી છે. કોંગ્રેસે રિપોર્ટનો હવાલો આપીને કહ્યુ કે શાહની સંપત્તિનું મૂલ્યાંકન નથી કરવામાં આવ્યુ કે જે સરકારી નિર્દેશો અનુસાર એની કિંમતથી ઓછામાં ઓછા 66.5 લાખ રૂપિયા છે પરંતુ અમિત શાહે આની કિંમત 25 લાખ રૂપિયા ઘોષિત કરી છે.

કોંગ્રેસે કહ્યુ છે કે લોકસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરતા પહેલા શાહે પોતાના પુત્ર જય શાહના બિઝનેસ કુસુમ ફિનસર્વ માટે પહેલાથી પોતાની બે સંપત્તિઓને વર્ષ 2016 કાલુપુરની સહકારી બેંકમાં ગિરવી મૂકી દીધી હતી. આ સંપત્તિ બેંક તરફથી તેમના પુત્રની કંપનીને આપેલ 25 કરોડ લોનની અવેજીમાં ગિરવી રાખવામાં આવી હતી. એટલા માટે આ તપાસ કરવામાં આવે અને શાહની ઉમેદવારી અયોગ્ય ઘોષિત કરવામાં આવે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શાહે જાણી જોઈને સંપત્તિ સાથે જોડાયેલી ખોટી માહિતી આપી છે. કોંગ્રેસે ચૂંટણી કમિશનને આના પર તત્કાલ ધ્યાન આપવુ જોઈએ અને ઉચિત કાર્યવાહી શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ કનિષ્ક કટારિયાએ કોરિયાથી લાખોનું પેકેજ છોડીને પહેલા પ્રયત્ને UPSC કર્યુ ટૉપઆ પણ વાંચોઃ કનિષ્ક કટારિયાએ કોરિયાથી લાખોનું પેકેજ છોડીને પહેલા પ્રયત્ને UPSC કર્યુ ટૉપ

English summary
Lok sabha Elections 2019: Congress demand action from EC against Amit Shah for alleging false affidavit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X