ઈમરજન્સી પર લોકસભાના સ્પિકર ઓમ બિરલના નિવેદન બાદ હોબાળો, કાલ સુધી કાર્યવાહી સ્થગિત
Lok Sabha Speaker Om Biral's statement on emergency: ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેઓ ધ્વનિ મત દ્વારા ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ચૂંટાયા હતા.
આ પછી તમામ નેતાઓએ ઓમ બિરલાને સ્પીકર તરીકે પસંદ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ વિપક્ષના હોબાળાને કારણે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ઓમ બિરલાએ ઈમરજન્સીના સમયગાળાને યાદ કરતા કહ્યું કે, તે દેશનો કાળો દિવસ હતો. ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ઓમ બિરલાએ કહ્યું કે, આ ગૃહ 1975માં દેશમાં ઈમરજન્સી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે.
ઓમ બિરલાના આ નિવેદનથી ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી નેતાઓએ ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો, પરંતુ આ પછી પણ ઓમ બિરલાએ ઈમરજન્સી પર બોલવાનું ચાલુ રાખ્યું હતું.
ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, અમે એ તમામ લોકોના સંકલ્પની પ્રશંસા કરીએ છીએ જેમણે ઈમરજન્સીનો સખત વિરોધ કર્યો અને અભૂતપૂર્વ લડત આપી હતી.

ભારતના લોકતંત્રના રક્ષણની જવાબદારી લીધી હતી. 25 જૂન 1975 ભારતના ઈતિહાસમાં હંમેશા કાળો અધ્યાય તરીકે ઓળખાશે. તે દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી અને બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણ પર પ્રહારો કર્યા હતા. સમગ્ર વિશ્વમાં ભારત લોકશાહીની માતા તરીકે ઓળખાય છે.
ભારતે હંમેશા લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું છે, આમ ઈન્દિરા ગાંધી દ્વારા ભારત પર સરમુખત્યારશાહી લાદવામાં આવી હતી, ભારતના લોકતાંત્રિક મૂલ્યોને કચડી નાખવામાં આવ્યા હતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવ્યું હતું. કટોકટી દરમિયાન ભારતના નાગરિકોના અધિકારોનો નાશ કરવામાં આવ્યો હતો. નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ.
આ એ સમય હતો જ્યારે વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આખો દેશ જેલમાં ફેરવાઈ ગયો. તત્કાલીન તાનાશાહી સરકારે મીડિયા પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા. ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો. ઈમરજન્સીનો તે સમય આપણા દેશના ઈતિહાસમાં અન્યાયનો કાળો તબક્કો હતો.
ઓમ બિરલાએ કહ્યું કે આ મહાન ગૃહના પ્રમુખપદ અધિકારી તરીકે મને મારી જવાબદારીઓ નિભાવવાની તક આપવા બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારામાં વિશ્વાસ દર્શાવવા માટે હું પીએમ અને તમામ પક્ષોના નેતાઓ અને સાંસદોનો આભારી છું.
આ 18મી લોકસભા વિશ્વની સૌથી મોટી લોકશાહીની ઉજવણી છે. નિષ્પક્ષ, અવિરત અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા બદલ હું ચૂંટણી પંચનો આભાર માનું છું.












Click it and Unblock the Notifications
