For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસ ડીલમાં મોદીની ભૂમિકા લઇને સંસદમાં હંગામો

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
નવીદિલ્હી, 4 ડિસેમ્બરઃ કૃષ્ણા- ગોદાવરી બેસિનમાં ગેસ ખોદકામ ડીલમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગેરરીતિનો આરોપ લગાવીન લોકસભામાં મંગળવારે કોંગ્રેસી સભ્યોએ ભારે હંગામો મચાવ્યો અને મામલાની સીબીઆઇ તપાસ કરવાની માંગણી કરી છે. જો કે, બીજી તરફ ભાજપે મોદી પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ તુરત કોંગ્રેસી સભ્યો પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા અને તહેલકા પત્રિકા દર્શાવવા લાગ્યા, જેમાં એ સમયે ઉક્ત આરોપ લગાવવામાં આવ્યા હતા. આ સભ્યો આ પત્રિકાની કોપીઓ લઇને આગળની હરોડમાં આવીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ સભ્યોએ આ મામલે સીબીઆઇ તપાસ કરાવવામાં આવે તેવી માંગ પણ કરી છે.

કોંગ્રેસી સભ્યોએ અચાનક કરેલા આ હુમલાથી મુખ્ય વિપક્ષીદળ ભાજપના સભ્યો હેરાન થઇ ગયા. તેઓ પોતાના સ્થાન પર ઉભા હતા પરંતુ કોંગ્રેસી સભ્યોના આરોપો પર એ સમયે કોઇ પ્રતિક્રિયા આપી રહ્યાં નહોતા. કોંગ્રેસી સભ્યોના સૂત્રોચ્ચારની વચ્ચે અધ્યક્ષ મીરા કુમારે જરૂરી દસ્તાવેજો સદનમાં રખાવ્યા અને હંગામો શાંત નહીં થયાં સદનની બેઠકને 12.30 વાગ્યા સુધી સ્થગિત કરી નાંખી હતી.

મોદી પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણાઃ ભાજપ

ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગેસ ડીલને લઇને જે આરોપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે અને ખોટો મુદ્દો ઉઠાવીને સંસદની કાર્યવાહીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

English summary
With Gujarat in the midst of polls, Chief Minister Narendra Modi was today brought into a controversy by agitated Congress members in Parliament who created uproar over a news report alleging irregularities in a gas deal by the state government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X