યુપીએસસી ટૉપર ટીના ડાબીએ ટ્રોલ કરનારાને આપ્યો જડબાતોડ જવાબ
યુપીએસસી 2015 ની ટૉપર અને આઈએએસ ટીના ડાબી થોડા દિવસ પહેલા પોતાના પતિ અને 2015 માં સેકન્ડ ટૉપર રહેલા અતહર આમિર સાથે લંડનમાં હતી.
યુપીએસસી 2015 ની ટૉપર અને આઈએએસ ટીના ડાબી થોડા દિવસ પહેલા પોતાના પતિ અને 2015 માં સેકન્ડ ટૉપર રહેલા અતહર આમિર સાથે લંડનમાં હતી. ટીનાએ લંડનની ગલિઓમાંથી પોતાના અને આમિરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા.

ફોટા ઘણા પસંદ પડ્યા
ફેન્સને તેમના આ ફોટા ઘણા પસંદ પડ્યા અને બધાએ તેમને લગ્નના અભિનંદન પણ પાઠવ્યા. જો કે કેટલાક લોકો એવા પણ હતા જે તેમના ફોટા પર ફાલતુ કોમેન્ટ કરવાનું ન ચૂક્યા. એક યુઝરે જ્યારે ટીનાના ફોટા પર ખરાબ કોમેન્ટ કરી ત્યારે આઈએએસ ટીનાએ શાનદાર જવાબ આપીને તેનું મોઢુ બંધ કરી દીધુ.

લંડનથી ફેન્સ માટે તસવીરો કરી પોસ્ટ
ટીના ડાબીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પતિ અતહર આમિર સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરતાં લખ્યુ, "રવિવારના દિવસે આ સુંદર શહેરમાં #લંડન." આ તસવીરોમાં ટીના અને અતહર ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સે પણ બંનેની ખૂબ પ્રશંસા કરી અને તેમને લગ્ન માટે અભિનંદન પણ આપ્યા.

ટ્રોલ કરનારાને આપ્યો જડબાતોડ જવાબ
આ તસવીરો પર જ્યાં મોટાભાગના ફેન્સે ખુશી વ્યક્ત કરી ત્યાં કેટલાક લોકો નેગેટીવ કોમેન્ટ કર્યા વગર ના રહ્યા. એક યુઝરે તેમને કામ કરવાની સલાહ આપતા ફોટો પર કોમેન્ટ કરી, ‘કંઈક કામ કરી લો' યુઝરને લાગ્યુ હશે કે તે આવુ બોલીને નીકળી જશે પરંતુ આઈએએસ ટીનાએ યુઝરને શાનદાર જવાબ આપીને તેનું મોઢુ બંધ કરી દીધુ. ટીનાએ લખ્યુ, ‘શું તમને ખબર છે કે ફોરેન ટુર અમારી ટ્રેનિંગ પ્રોગ્રામનો એક ભાગ છે.' ત્યારબાદ ટીનાએ એ બધા લોકોનો આભાર માન્યો જેમણે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

એપ્રિલમાં બંનેના થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે ટીના ડાબીએ આ વર્ષે અતહર આમિર સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2015 ની યુપીએસસી ટૉપર ટીના ડાબી અને તે જ વર્ષે સેકન્ડ ટૉપર રહેલા અતહર આમિરે આ વર્ષે 20 માર્ચે રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ પહેલગામમાં બંનેના લગ્ન થયા અને ત્યારબાદ દિલ્હીમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતુ. રિસેપ્શનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ઘણી રાજકીય હસ્તીઓ પહોંચી હતી. બંનેના લગ્ન પર દક્ષિણપંથી વિચારધારાના લોકોએ ઘણો બખેડો પણ ઉભો કર્યો હતો.












Click it and Unblock the Notifications
