UPSC 2021 Topper: જાણો કોણ છે યુપીએસસીની ટૉપ રેંકર શ્રુતિ શર્મા, અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલા?
આવો જાણીએ દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષા યુપીએસસી સીએસઈ 2021ની ટૉપર દીકરીઓ વિશે...
નવી દિલ્લીઃ યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા 2021નુ ફાઈનલ પરિણામ સોમવારે જાહેર કરી દેવામાં આવ્યુ છે. ટૉપ 3 સ્થાન પર મહિલાઓ રહી છે. શ્રુતિ શર્માએ પ્રથમ, અંકિતા અગ્રવાલે દ્વિતીય અને ગામિની સિંગલાએ તૃતીય સ્થાન મેળવ્યુ છે. આવો જાણીએ દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષા યુપીએસસી સીએસઈ 2021ની ટૉપર દીકરીઓ વિશે...

શ્રુતિ શર્મા, AIR-1 UPSC 2021
- UPSC 2021માં ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવનાર ટોપર શ્રુતિ શર્મા મૂળ યુપીના બિજનૌરની રહેવાસી છે.
- શ્રુતિ શર્માએ દિલ્હી યુનિવર્સિટી (DU)ની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી પીજી કર્યુ.
- શ્રુતિ શર્માએ UPSCની તૈયારી માટે જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમી (RCA)માંથી કોચિંગ લીધુ હતુ.

અંકિતા અગ્રવાલ, AIR-2 UPSC 2021
- અંકિતા અગ્રવાલ, UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021ની બીજી ટૉપર, બિહારના મધેપુરા જિલ્લાના બિહારીગંજની રહેવાસી છે.
- અંકિતા અગ્રવાલનુ પૈતૃક ઘર બિહારીગંજમાં છે. શરૂઆતનુ શિક્ષણ બિહારીગંજમાં જ થયુ.
- UPSC ટૉપર અંકિતા અગ્રવાલે કોલકાતા અને દિલ્હીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ. હાલમાં તેનો પરિવાર કોલકાતામાં રહે છે.
- UPSC 2021માં બીજો રેન્ક મેળવનાર અંકિતા અગ્રવાલના પિતા મનોહર અગ્રવાલ કોલકાતામાં હાર્ડવેર બિઝનેસમેન છે.

ગામિની સિંગલા, AIR-3 UPSC 2021
- UPSC ટૉપર ગામિની સિંગલા (AIR 3) પંજાબની રાજધાની ચંદીગઢની છે.
- ગામિની સિંગલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC), ચંદીગઢમાંથી અભ્યાસ કર્યો છે.
- કૉમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થીની ગામિની સિંગલાએ UPSCમાં ટૉપ કરીને ચંદીગઢનુ નામ રોશન કર્યુ છે.
- ગામિની સિંગલાના પિતા ડૉ. આલોક સિંગલ અને માતા ડૉ. નીરજ સિંગલા હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કામ કરે છે.
- દીકરીની સફળતા પર આખો પરિવાર શ્રી નયના દેવીજીના દરબારમાં પહોંચ્યો અને આશીર્વાદ લીધા.
- ગામિનીએ તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેની મહેનત અને પરિવારના સહયોગને આપ્યો.












Click it and Unblock the Notifications
