For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિથ્રો એરપોર્ટ પર પાકિસ્તાનની આવ્યુ હતું યુરેનિયમ, જાણો તપાસમાં બીજુ શું મળ્યુ?

હિથ્રો એરપોર્ટ પરથી મળેલુ યુરેનિયમ પાકિસ્તાનથી આવ્યુ છે. થયેલા ખુલાસા અનુસાર, આ યુરેનિયમ પાકિસ્તાનથી ઓમાન અને ઓમાનથી ફ્લાઈટમાં હિથ્રો એરપોર્ટ પહોંચ્યુ. આ યુરેનિયમ એક ઈરાની નાગરીકને આપવા માટે લવાયુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

લંડન : લંડનના હિથ્રો એરપોર્ટ પરથી પ્રતિબંધિક યુરેનિયમ મળતા હાહાકાર મચી ગયો છે. લંડનની તમામ સુરક્ષા એજન્સીઓ તેની તપાસમાં લાગી છે ત્યારે હવે આ બાબતે મોટો ખુલાસો થયો છે. સામે આવી રહેલી વિગતો અનુસાર હિથ્રો એરપોર્ટ પરથી મળેલુ યુરેનિયમ પાકિસ્તાનથી આવ્યુ છે. થયેલા ખુલાસા અનુસાર, આ યુરેનિયમ પાકિસ્તાનથી ઓમાન અને ઓમાનથી ફ્લાઈટમાં હિથ્રો એરપોર્ટ પહોંચ્યુ. આ યુરેનિયમ એક ઈરાની નાગરીકને આપવા માટે લવાયુ હતું.

heathrow airport

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કેસ સાથે સંબંધિત તમામ વ્યક્તિઓને શોધવ માટે તપાસ ચાલી રહી છે. મનાઈ રહ્યું છે કે, આ યુરેનિયમ યુકે સ્થિત ઈરાનીઓને દાણચોરી કરવામાં આવી રહ્યું હતું. હીથ્રો એરપોર્ટ પર પેસેન્જર પ્લેનમાંથી તેને જપ્ત કરાયુ હતું.

હિથ્રો એરપોર્ટ પર લાગેલા ખાસ સ્કેનરમાં આ યુરેનિયમ પકડાયુ હતું. આ યુરેનિયમ ફ્રેઇટ શેડમાં હતું અને એલાર્મ વાગતા ભાંડો ફૂટ્યો હતો. યુરેનિયમ હોવાનો ખુલાસો થતા તેને શિપમેન્ટમાંથી દૂર કરીને રેડિયેશન રૂમમાં ખસેડાયુ હતું. હાલ પેકેટ મોકલનારની સુરક્ષા તપાસ શરૂ કરાઈ છે.

ધ સનના એક અહેવાસ અનુસાર, આઆ યુરેનિયમ પાકિસ્તાનથી રવાના થયુ અને મસ્કતથી ઓમાન એર જેટ પર હીથ્રો એરપોર્ટના ટર્મિનલ 4 પર પહોંચ્યું. આ પેકેજ શંકાસ્પદ લોકો પાસે જવાનું હતું. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

English summary
Uranium came from Pakistan at Heathrow Airport, know what else was found in the investigation?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X