અર્બન નક્સલ, અરાજકતાવાદી અને નાસ્તિક લોકો સબરીમાલા મંદિર જઈ રહ્યા છે
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રવિવારે મીડિયા સાથે વાતચીત કરીને કહ્યુ કે અત્યારે જે લોકો સબરીમાલા મંદિર જઈ રહ્યા છે, તે અર્બન અક્સલ, અરાજકતાવાદી અને નાસ્તિક છે.
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રવિવારે મીડિયા સાથે વાતચીત કરીને કહ્યુ કે અત્યારે જે લોકો સબરીમાલા મંદિર જઈ રહ્યા છે, તે અર્બન અક્સલ, અરાજકતાવાદી અને નાસ્તિક છે, હું નથી માનતો કે તે શ્રદ્ધાળુ છે, એવા લોકો એ સાબિત કરવા ઈચ્છે કે તે સબરીમાલા મંદિર ગયા છે પરંતુ શું આ લોકો ખરેખર શ્રદ્ધાળુ છે, તેની તપાસ થવી જોઈએ. મુરલીધરને કહ્યુ કે સુપ્રીમ કોર્ટ તરફથી હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે અને કેરળ સરકાર આ વાતનુ ધ્યાન રાખીને પગલા લઈ રહી છે અને તે દબાણમાં કામ કરી રહી છે.

સબરીમાલા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે કેરળના સબરીમાલા મંદિરમા બધી જ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના પોતાના ચુકાદા પર દાખલ પુનર્વિચાર અરજીઓને સુપ્રીમ કોર્ટે મોટી બેંચે મોકલી દીધી છે. સબરીમાલા મંદિર કેસની સુનાવણી હવે સાત જજોની બેંચ કરશે. તમને જણાવી દઈએ કે કેરળ સબરીમાલા મંદિરના કપાટ શનિવારે મંડલ પૂજા ઉત્સવ માટે ખોલવામાં આવ્યા છે ત્યારબાદ લાખોની સંખ્યામાં અહીં લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે.

‘સબરીમાલામાં ભગવાન અયપ્પા સ્વામીની પૂજા થાય છે'
સબરીમાલા, કેરળના પેરિયાર ટાઈગર અભયારણ્યમાં સ્થિત એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે, જ્યાં ભગવાન અયપ્પા સ્વામીની પૂજા થાય છે, અહીં પ્રતિ વર્ષ લગભગ2 કરોડ લોકો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે, આ મંદિરને મક્કા-મદીનાની જેમ વિશ્વના સૌથી મોટા તીર્થ સ્થળોમાંનુએક માનવામાં આવે છે.
|
‘પબ્લિસિટી માટે આવનારી મહિલાઓનુ સમર્થન નથી કરતી'
મંદિરના દર્શન વિવાદ પર કેરળ સરકારે કહ્યુ હતુ કે તે પબ્લિસિટી માટે આવનારી મહિલાઓનુ સમર્થન નથી કરતી. તેમને પોલિસ સુરક્ષા નહે મળે. કેરળના પર્યટન અને દેવસ્વોમ મંત્રી કડકમપલ્લી સુરેન્દરને કહ્યુ કે સબરીમાલા પૂજાનુ સ્થાન છે નહિ કે પ્રદર્શનનુ. અહીં તૃપ્તિ દેસાઈ જેવી કાર્યકર્તાઓ માટે પોતાની તાકાત બતાવવા માટે કોઈ જગ્યા નથી. એટલા માટે રાજ્ય સરકાર મંદિરમાં એવા કોઈ પણ વ્યક્તિના પ્રવેશનુ સમર્થન નહિ કરે જે ત્યાં માત્ર લોકપ્રિયતાના હેતુથી આવ્યા છે.












Click it and Unblock the Notifications
