For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉરી હુમલો: જાણો કયા રસ્તે ઘુસ્યા આતંકી, શેનો ઉઠાવ્યો ફાયદો?

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં જ્યાં લગભગ 20 જવાનો શહીદ થયા છે ત્યાં બીજી તરફ ભારતે સખત પગલાં ભરવાનું મન મનાવી લીધું છે. ઇંટનો જવાબ પત્થરથી નહીં, ચટ્ટાનથી આપવામાં આવશે. આને ધ્યાને લેતાં ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પાકિસ્તાનને જડબાતોબ જવાબ આપવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Uri terror attack part of pak's game plan to spread unrest in kashmir

હુમલા પછી સૌથી મોટો સવાલ - આતંકી આર્મી બેઝ કેમ્પ સુધી ઘુસ્યા કેવી રીતે?

પ્રાથમિક તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે આતંકી, ઉરીના આર્મી બ્રિગેડ હેડક્વાટર પર તેઓ ઝેલમનાં રસ્તે POK નાં સલામાબાદ નહેરથી ઘુસ્યા હશે. સરહદ પર આવેલી તારની વાડ કાપીને અંદર આવ્યા હોવા જોઈએ. મીડિયા રીપોર્ટ અનુસાર હુમલાના ૨૪ થી ૪૮ કલાક પેહલા જ તેમને ઘુસણખોરી કરી લીધી હશે.

Uri terror attack part of pak's game plan to spread unrest in kashmir

ડ્યુટીમાં અદલા-બદલીનો ઉઠાવ્યો ફાયદો

આતંકીઓએ બરાબર આર એન ડી કરી હોય તેવું પણ જણાઈ આવે છે. સવારે લગભગ ૦૩:30 વાગ્યે તેઓ આર્મી બેઝમાં ઘુસ્યા. આ સમયે પહોચીને તેમને જવાનોની ડ્યુટીમાં અદલા-બદલીનો ફાયદો ઉઠાવ્યો. બેઝમાં ઘુસ્યા પછી તેઓ બે ભાગમાં વેહચાઈ ગયા. આતાકીઓનાં એક જુથે કેમ્પમાં ગ્રેનેડ વળે હુમલો કર્યો તો બીજી ટુકડી બેરેકમાં ઘુસી. અને પછી આતંકનો જે કેર વર્તાવ્યો છે એ સૌની નજર સામે છે. બે વર્ષ પેહલા પણ આતંકીઓએ આવી જ રીતે બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 10 જવાનો શહીદ થયા હતા.

English summary
Uri terror attack part of pak's game plan to spread unrest in kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X