For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાને હવે ગુજરાત રમખાણોમાં લાગતો નથી મોદીનો હાથ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ: અમેરિકાના વિદેશ મંત્રાલયે 2007 બાદ પહેલી વાર પોતાની વાર્ષિક ઇન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ રિપોર્ટમાં 2002ના ગુજરાત રમખાણો સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા ઉલ્લેખ હટાવી દિધા છે. અમેરિકી વિદેશ મંત્રી જૉન કેરી અને વાણિજ્ય મંત્રી પેની પ્રિત્ઝકરના બંને દેશો વચ્ચે રણનીતિક વાતચીત માટે ભારત આવતાં પહેલાં આ એક સંયોગ ગણવો મુશ્કેલ છે.

જૉન કેરીએ ભારત યાત્રાના બે દિવસ પહેલાં સોમવારે વોશિંગ્ટનમાં 2013 માટે આ રિપોર્ટ જાહેર કર્યો. અમેરિકા ગુજરાત રમખાણોના લીહ્દે એક દાયદાથી વધુ સમય સુધી નરેન્દ્ર મોદીને વિઝા આપવાની મનાઇ કરતું રહ્યું અને હવે આ ફેરફારને તેમની સાથે જોડવાના એક પ્રયત્ન તરીકે ગણવામાં આવે છે.

વિઝા ન આપવામાં આવતાં નરેન્દ્ર મોદી અને અમેરિકા વચ્ચે સંબંધ સારા ન હતા, પરંતુ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં મળેલી ભારે જીત બાદ અમેરિકાએ પોતાનું વલણ બદલવા પર મજબૂર થવું પડ્યું.

શું છે રિપોર્ટમાં

શું છે રિપોર્ટમાં

જો કે નવી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે કોચને સળગાવવા અને ત્યારબાદ હિંસા સાથે જોડાયેલા ઘણા કેસ હજું પેન્ડિંગ છે. રિપોર્ટ અનુસાર 'ટ્રેનમાં આગ લગાવવાનો આરોપ મુસ્લિમો પર છે. આ ઘટનામાં 58 લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ મુસ્લિમ વિરોધી હિંસા ભડકી હતી, જેમાં 790 મુસ્લિમો અને 254 હિન્દુઓની હત્યા થઇ.' રિપોર્ટમાં 2002ના રમખાણોમાં કથિત ભૂમિકા માટે ગુજરાત સરકારના 60 અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવાની જાકિયા જાફરીની 2006થી ચાલુ પ્રયત્નનો પણ ઉલ્લેખ છે.

2010 અને 2011ના રિપોર્ટમાં પણ જાકિયા જાફરીનો ઉલ્લેખ

2010 અને 2011ના રિપોર્ટમાં પણ જાકિયા જાફરીનો ઉલ્લેખ

જાકિયા જાફરીએ પતિ એહસાન જાફરી અને ઘણા અન્ય લોકોના અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હાઉસિંગ કોમ્પલેક્સ પર ભીડના હુમલામાં હત્યા કરવામાં આવી હતી. 2010 અને 2011માં પ્રકાશિત રિપોર્ટમાં પણ જાકિયા જાફરીનો ઉલ્લેખ હતો.

જાકિયા જાફરી અરજી નકારી કાઢી

જાકિયા જાફરી અરજી નકારી કાઢી

આ વર્ષના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ વર્ષોની તપાસ બાદ 2012માં કોઇ આરોપ ન લગાવવાનો પ્રયત્ન કર્યો. ડિસેમ્બર 2013માં એક મેજિસ્ટ્રેટ કોર્ટે જાકિયા જાફરી તરફ દાખલ વિરોધ અરજીને નકારી કાઢી હતી અને એસઆઇટીનો નિર્ણય યથાવત રાખ્યો.

મોદીના વિઝા પાછા લીધા

મોદીના વિઝા પાછા લીધા

જાકિયા જાફરીએ કહ્યું હતું કે તે હાઇકોર્ટમાં અપીલ કરવા માંગે છે.' અમેરિકી ગૃહ મંત્રાલયે માર્ચ 2005માં નરેન્દ્ર મોદીને ફાળવેલા વિઝા પાછા લઇ લીધા હતા. તેના લીધે ગુજરત રમખાણોમાં તેમની કથિત ભૂમિકા બતાવવામાં આવી હતી.

અમેરિકન સહયોગીઓ સાથે મુલાકાત

અમેરિકન સહયોગીઓ સાથે મુલાકાત

ગત એક દાયકામાં ભારતમાં અમેરિકી ડિપ્લોમેટ્સે મુશ્કેલીથી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. જો કે 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત બાદ ઘણા અમેરિકન સહયોગીઓએ તેમની સાથે મુલાકાત કરી હતી.

ઓબામાએ આમંત્રણ પાઠવ્યું

ઓબામાએ આમંત્રણ પાઠવ્યું

જો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણી જીત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને અમેરિકા પધારવાનું આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જશે. ત્યાં તે બરાક ઓબામાને મળશે અને આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરશે.

English summary
In a goodwill gesture, the United States government has for the first time since 2007 dropped all references to Prime Minister Narendra Modi with regard to the 2002 Gujarat communal riots in its annual International Religious Freedom Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X