For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election: કમલા હેરિસની જીત માટે તમિલનાડુના આ ગામમાં થઈ રહી છે પૂજા, જાણો કનેક્શન

કમલા હેરિસની જીત માટે તમિલનાડુના એક ગામમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. જાણો કારણ..

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આજે એટલે કે મંગળવારે મતદાન થશે. રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જે બિડેન વચ્ચે મુકાબલો છે. વળી, ભારતીય મૂળના કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. તે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. કમલાની જીત માટે તમિલનાડુના એક ગામમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે કારણકે કમલા હેરિસનુ આ પૈતૃક ગામ છે. તમિલનાડુના થુલસેંદ્રપુરમ ગામમાં કમલાની જીતની દુઆ માંગવામાં આવી રહી છે.

tamilnadu

ગામમાં ચારે તરફ કમલા હેરિસના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથે જ તેમના પારિવારિક મંદિરમાં તેમની સફળતા માટે ખાસ પૂજા કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં સ્થાનિક લોકોએ કહ્યુ કે અમે ઈચ્છીએ છીએ કે તે ચૂંટણી જીતે, અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. પોસ્ટર પર તમિલ ભાષામાં લખવામાં આવ્યુ છે, 'થુલસેંથિરાપુરમથી અમેરિકા સુધી મૂળ નિવાસી કમલા હેરિસ જે અમેરિકી ઉમેદવાર છે, અમે તેમની શાનદાર સફળતાની કામના કરીએ છીએ.'

તમને જણાવી દઈએ કે અમેરિકાની આ ચૂંટણી માત્ર અમેરિકા જ નહિ પરંતુ આખી દુનિયા માટે મહત્વ ધરાવો છે. ભારત પર પણ આ ચૂંટણીની અસર થશે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ અમેરિકી સાંસદના ઉપલા ગૃહ સેનેટની સભ્ય બનનાર પહેલા ભારતવંશી મહિલા છે. તેમનો જન્મ કેલિફોર્નિયાના ઑકલેન્ડમાં થયો હતો. તે 2011થી 2017 સુધી કેલિફોર્નિયાના એટૉર્ની જનરલ પણ રહી ચૂક્યા છે. 1990થી 1998 સુધી તે કેલિફૉર્નિયાના ડિસ્ટ્રીક્ટ એટૉર્ની પણ રહ્યા.

કમલા હેરિસની માતા તમિલનાડુના

કમલા હેરિસના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાથી હતા અને તેમના મા શ્યામલા ગોપાલન ભારતીય હતા. વર્ષ 1960માં શ્યામલા ગોપાલન ચેન્નઈથી અમેરિકા જતા રહ્યા અને ત્યાં વસી ગયા. કમલા હેરિસ જ્યારે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમની મા અને પિતાના ડિવોર્સ થઈ ગયા. લાંબી કાનૂની લડાઈ બાદ કમલાની જવાબદારી માને મળી અને તે તેમને લઈને કેનેડા જતા રહ્યા. હેરિસના નાનાનો જન્મ ચેન્નઈ શહેરથી લગભગ 320 કિમી દક્ષિણમાં સ્થિત થુલસેંથિરાપુરમમાં થયો હતો. શ્યામલા, એક ઉચ્ચ પદસ્થ સિવિલ સેવક પીવી ગોપાલનની દીકરી હતા.

દિવાળી પહેલા દિલ્લી-અમદાવાદ ફ્લાઈટનુ ભાડુ 3000થી વધીને 8000 થયુદિવાળી પહેલા દિલ્લી-અમદાવાદ ફ્લાઈટનુ ભાડુ 3000થી વધીને 8000 થયુ

English summary
US Election: Special victory pooja For Kamala Harris in Tamil Nadu village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X