For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા મોદી માટે પિરસશે વૈષ્ણવ ભોજન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): પોતાના ધાર્મિક અનુષ્ઠાનોને લઇને એકદમ ગંભીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અમેરિકા યાત્રા દરમિયાન મેજબાન અમેરિકા તેમના ભોજનનો ખાસ ખ્યાલ રાખશે. એટલે કે તેમણે વૈષ્ણવ ભોજન પિરસશે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકામાં શુદ્ધ સાત્વિક ભોજન મળશે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે રાજનૈતિક ચલણ છે કે આવી વાતચીત પહેલાં મેજબાન પક્ષ જમવામાં અને અન્ય વસ્તુઓ વિશે જાણકારી માંગે છે અને મહેમાન આ વિશે પુરી જાણકારી આપે છે. હું તમને આશ્વત કરી શકું છું કે ભોજન સંબંધી પસંદનો સંકેત અમેરિકાને આપવામાં આવ્યો છે. દરેક વસ્તુ તે મુજબ તૈયાર કરવામાં આવશે.'

narendra-modi

મન-મુજબ ભોજન મળશે
આ સાથે જ વાઇટ હાઉસે પણ સ્પષ્ટ કરી દિધું છે કે નરેન્દ્ર મોદીને તેમની ઇચ્છા મુજબ ભોજન આપવું કોઇ મુદ્દો નથી. કારણ કે મહેમાનોના રિવાજોને સન્માનજનક રીતે ખ્યાલ રાખવામાં આવે છે. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની પસંદ અને નાપસંદનું પુરતું ધ્યાન રાખવામાં આવશે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પ્રવક્તા કેટલિન હેડને કહ્યું 'અમને એ વાતની જાણકારી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન યાત્રા દરમિયાન વ્રત રાખશે. ગત કેટલાક વર્ષોથી અમેરિકી રાષ્ટ્રપતિની મેજબાનીમાં આવનાર બધા મહેમાનોના રિવાજોનો અમે સન્મનજનક રીતે ધ્યાન રાખીએ છીએ.' તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડાપ્રધાન મોદીની સફળ દ્રિપક્ષીય યાત્રાની આશા કરી રહ્યાં છે અને અમને લાગતું નથી કે વ્રત કોઇપણ પ્રકારનો મુદ્દો બનશે નહી.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોદીના ડિનરમાં શું-શું થશે, એ નક્કી કરી લીધું છે. અમેરિકામાં લાંબા સમયથી વિદેશ મંત્રાલયમાં પ્રૉટોકલ ઓફિસ રાષ્ટ્ર પ્રમુખોની યાત્રાથી ઘણા અઠવાડિયા પહેલાં તેમની ટીમ સાથે મુલાકાત કરીને પુરી તૈયારી કરે છે. તેમાં જમવાની પસંદ અને નાપસંદ પણ સામેલ હોય છે.'

બીજી તરફ જાણકારોએ એમ પણ કહ્યું કે મોદીના ભોજનને લઇને આમ જ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં એટલા ભારતીય મૂળના લોકો રહે છે, જેના હેઠળ તેમને ત્યાં પર આરામથી વૈષ્ણવ ભોજન મળી જશે.

English summary
US to offer sumptuous non-vegetarian food to prime ministers Narendra Modi. Due to navratra time, he will remain on fast and eat only vegetarian food.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X