અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
નવી દિલ્હી, 27 એપ્રિલ : ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, જેમને ભારત સહિત અન્ય દેશોના લોકો અહિંસાના પૂજારી અને આધ્યાત્મિક ગુરુના સ્વરૂપમાં પૂજે છે. તેમના વિશે એક અમેરિકન વેબસાઇટે દાવો કર્યો છે કે તેઓ નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા અને નહાતા હતા. આવો વિવાદાસ્પદ દાવો વેબસાઇટ http://www.cracked.com/એ કર્યો છે.
અમેરિકાની આ વેબસાઇટે મહાત્મા ગાંધી, બેંજામિન ફ્રેન્કલિન, વિન્સ્ટન ચર્ચિલ અને ચાર્લી ચેપ્લિન સહિતની 6 મહાન હસ્તિઓને માનસિક રીતે વિકૃત ગણાવી છે. વેબસાઇટે આ મહાન લોકોની સકારાત્મક બાબતોને દર્શાવવાની સાથે આ વ્યક્તિઓના જીવનના કેટલાક કાળા પાસાઓને પણ રજૂ કર્યા છે. વેબસાઇટનો દાવો છે કે તેમણે બધીજ હસ્તિઓ અંગે વિસ્તારથી અભ્યાસ કર્યા બાદ આ તથ્યોને રજૂ કર્યા છે.
વેબસાઇટે પોતાના લેખનું હેડિંગ "વિકૃત માનસિકતાવાળી 6 પ્રસિદ્ધ પ્રતિભાશાળી વ્યક્તિઓ" એવું આપ્યું છે. આ લેખમાં સૌથી વધારે આંચકાજનક બાબત મહાત્મા ગાંધી વિશે લખવામાં આવી છે. આ અંગે વધારે વિગતો અહીં આપવામાં આવી છે. આગળની વિગતો રજૂ કરતા પહેલા આપને સ્પષ્ટ રીતે જણાવી દઇએ કે અહીં જે પણ લખવામાં આવ્યું છે તે અમેરિકાની વેબસાઇટના દાવા અને અહેવાલને આધારે લખવામાં આવ્યું છે. આ લખવા પાછળ કોઇની ભાવનાઓને દુભાવવાનો અમારો હેતુ નથી. જો આપ આ બાબત વિશે કંઇ પણ લખવા કે વિરોધ કરવા માંગો તો કોમેન્ટ્સમાં લખીને કરી શકો છો.

અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
37 વર્ષ બાદ ગાંધીજીએ તોડ્યું હતું બ્રહ્મચર્ય
વેબસાઇટમાં પ્રકાશિત લેખમાં લખવામાં આવ્યું છે કે ભારતને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવવામાં મહાત્મા ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે. તેઓ નિર્વિવાદ રીતે એક પ્રસિદ્ધ આધ્યાત્મિક નેતા હતા. લેખમાં લખવામાં આવ્યું છે કે 37 વર્ષની વય સુધી ગાંધીજીએ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. 37 વર્ષની વય બાદ તેઓ યુવતીઓ સાથે ઊંઘવા લાગ્યા હતા અને આ ક્રમ તેઓ 70 વર્ષના થયા ત્યાં સુધી ચાલુ રહ્યો.

અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા અને સ્નાન કરતા હતા મહાત્મા ગાંધી
લેખમાં જણાવ્યા અનુસાર ગાંધીજીનું માનવું હતું કે યુવતીઓની સાથે ઊંઘવું એ બ્રહ્મચર્યના વિસ્તારનું આગલું ચરણ છે. તેઓ આને સ્વયંને નિયંત્રિત કરવાનો અભ્યાસ ગણાવતા હતા. લેખમાં જણાવ્યું છે તે મુજબ મહાત્મા ગાંધીના આશ્રમના કડક નિયમો અનુસાર જે યુવતીઓ તેમની સભામાં જોડાતી હતી તેમને તેમના પતિ સાથે ઉંઘવાની અનુમતિ ન હતી. આ યુવતીઓ માત્ર મહાત્મા ગાંધી સાથે નગ્ન અવસ્થામાં ઉંઘતી હતી. આ મહિલાઓ નગ્નઅવસ્થામાં માત્ર ઉંઘતી જ ન હતી પણ મહાત્મા ગાંધી સાથે નગ્ન અવસ્થામાં સ્નાન પણ કરતી હતી.

અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
મહાત્મા ગાંધી સામે એક એક કરીને કપડાં ઉતારતી હતી મહિલાઓ
વેબસાઇટના લેખમાં જણાવ્યા અનુસાર ગાંધીજીના આશ્રમમાં આવનારી મહિલાઓ તેમની સાથે સ્નાન કરતી હતી. સ્નાન કરતા પહેલા દરેક મહિલા ગાંધીજીની સામે એક એક કરીને પોતાના દરેક કપડાં કાઢતી હતી અને તેમને સ્નાન કરવા માટે આમંત્રણ આપતી હતી. આ સંદર્ભમાં આશ્રમનું માનવું હતું કે મોહા માયાથી મુક્ત જીવનનો માર્ગ અહીંથી જ જાય છે.

અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
પૌત્રી અને ભત્રીજીઓ સાથે નગ્ન શયન
લેખમાં ઉલ્લેખ છે કે ગાંધીજી પોતાની 18 વર્ષની પૌત્રીને બંગાળની યાત્રા પર સાથે લઇ ગયા હતા. તેમણે સમગ્ર બંગાળ યાત્રા દરમિયાન તેને નગ્ન થઇ સાથે ઊંઘવાનું કહ્યું. તેમણે પોતાની પૌત્રીને જણાવ્યું હતું કે બંગાળના કેટલાક ક્રોધિત મુસલમાનો તેમની બંનેની હત્યા કરી શકે છે. એ પણ સત્ય છે કે ગાંધીજીએ પોતાની એક ભત્રીજીને નગ્ન થઇને પોતાની સાથે ઊંઘવા જણાવ્યું હતું.

અમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા
નગ્ન શયનનો હેતુ સેક્સનો ન હતો
લેખના અંતમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે "અમે એમ નથી કહેતા કે મહાત્મા ગાંધી સંતાઇને કે છૂપી રીતે દરરોજ રાત્રે નગ્ન યુવતીઓ સાથે શયન કરતા હતા. આ વિષયમાં અમારી પાસે કોઇ માહિતી નથી. અમારું કહેવું એમ છે કે ગાંધીજીનો યુવતીઓ સાથે નગ્ન થઇને ઊંઘવાનો અર્થ તેમની સાથે સેક્સ કરવાનો ન હતો. આ એક પ્રકારની વિકૃતિ હતી."
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
