નરેન્દ્ર મોદીએ મૂક્યો સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર

નવી દિલ્હી, 21 મે : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આજે મંગળવારે સંસદીય દળની બેઠક યોજાઇ અને આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. મોદી માટે સંસદીય દળની બેઠકમાં સામેલ હોવાની પ્રથમ તક હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંસદીય દળના દરેક સભ્યોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીએ વધારેમાં વધારે સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો.

નરેન્દ્ર મોદી બીજેપીના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમને સંસદીય દળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજની આ બેઠકનો મુદ્દો દેશની હાલની રાજનૈતિક હાલતને બનાવવામાં આવ્યો હતો.

narendra modi
નવીન ટેકનોલોજી અને મીડિયાના ઉપયોગ થકી લોકો સુધી પહોંચનાર ગુજરાતના મુખ્યમંત્રીએ આ બેઠકમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું, અને તેના થકી વધુમાં વધું યુવાનોને પાર્ટી સાથે જોડવાની વાત કરી હતી. ભાજપની સંસદીય દળની બેઠક મંગળવારે દિલ્હીમાં પુરી થયા બાદ પાર્ટીએ કહ્યું હતું કે તે 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે. ભાજપે કહ્યું હતું કે યુપીએ-2ની સરકાર દરેક તબક્કે નિષ્ફળ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X