યુઝર્સે લખ્યું- ફિલ્મ જગતનો કુતરો, ડાયરેક્ટર અનુરાગ કશ્યપે એવા જ અંદાજમાં આપ્યો જવાબ
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે અને પોતાની પોસ્ટ્સ, કોમેન્ટ્સ અને નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કૂતરો કહેવામાં આવ્યો હતો, જ
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે અને પોતાની પોસ્ટ્સ, કોમેન્ટ્સ અને નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કૂતરો કહેવામાં આવ્યો હતો, જેના પર હવે અનુરાગની પ્રતિક્રિયા સામે આવી છે. ફિલ્મ ડાયરેક્ટરે કોમેન્ટ કરનારને આવો જવાબ આપ્યો, ત્યારપછી તેમનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ બધો વિવાદ 7 વર્ષ જૂના એક ફોટોથી શરૂ થયો હતો જેમાં અનુરાગ કશ્યપ હોલીવુડ ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સીસના પગને સ્પર્શ કરતો જોવા મળે છે.

યુઝરે કહ્યું- 'સિનેમાનો કૂતરો'
વાસ્તવમાં 17 નવેમ્બરના રોજ ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સીસના 79મા જન્મદિવસના અવસર પર, નિર્દેશક અનુરાગ કશ્યપે તેમની સાથે પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં અનુરાગ માર્ટિનના પગને સ્પર્શ કરવા અને આશીર્વાદ લેવા નીચે ઝૂકીને જોઈ શકાય છે. ફોટો જોયા પછી, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેના પર પોતાનો પ્રેમ વરસાવ્યો, તો કેટલાકે અનુરાગને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. એક યુઝરે લખ્યું, 'હે, સિનેમાના ભગવાન, તમે સિનેમાના કૂતરા સાથે શું કરી રહ્યા છો?'

અનુરાગ કશ્યપે આપ્યો ફની જવાબ
ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે પણ આ યુઝરની કમેન્ટ પર ફની પ્રતિક્રિયા આપી હતી. કૂતરાં ભસવાની સ્ટાઈલમાં તેણે 'ભઈ-ભઈ' કહ્યું. અનુરાગની આ પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને બે ભાગમાં વહેંચી દીધા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ પર હસતા ઇમોજી શેર કર્યા તો એક યુઝરે લખ્યું, 'ડ્યુડ ઓફ સિનેમા.' અન્ય યુઝરે અનુરાગના 'ભગવાન' પર કટાક્ષ કર્યો.

2012માં માર્ટિને અનુરાગને એક પત્ર લખ્યો હતો
તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં માર્ટિને અનુરાગને પત્ર લખીને તેની ફિલ્મોની પ્રશંસા કરી હતી. માર્ટિને કહ્યું હતું કે, તમારી નોટ અને ફિલ્મોની કોપી મોકલવા બદલ આભાર. હું છેલ્લા ત્રણ મહિનાથી મારી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું પણ વીકેન્ડમાં ફિલ્મો જોવાનો સમય મળ્યો. મેં દેવ ડી અને ગેંગ્સ ઓફ વાસેપુરનો આનંદ માણ્યો, ફિલ્મોએ મને ખૂબ પ્રભાવિત કર્યો. કદાચ એક દિવસ આપણે મળી શકીએ, જો તમે ન્યુયોર્ક આવો તો ચોક્કસ મને મળજો.

અત્યાર સુધીનો સૌથી મોટો એવોર્ડ
માર્ટિનના આ પત્રનો ફોટો શેર કરતા અનુરાગે ટ્વિટર પર લખ્યું, 'મારો અત્યાર સુધીનો સૌથી મોટો એવોર્ડ.' અનુરાગ દેવ ડી, ટુ-પાર્ટ ક્રાઈમ ડ્રામા ગેંગ્સ ઓફ વાસેપુર, અગ્લી અને મનમર્ઝિયા જેવી ફિલ્મો માટે જાણીતો છે. તેની આગામી ફિલ્મનું નામ 'દોબારા' છે જેમાં તાપસી પન્નુ અને પાવેલ ગુલાટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાપસી સાથે અનુરાગની આ ત્રીજી ફિલ્મ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
