Uttar Pradesh Assembly Election 2022 : ખેડૂતોને અમિત શાહે આપી આવી ઓફર
ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, પ્રથમ અને બીજા તબક્કામાં સમાજવાદી પાર્ટી અને બસપાનો સફાયો થઈ જશે અને ભાજપ ઝડપથી 300 બેઠકો તરફ આગળ વધી રહી છે.
Uttar Pradesh Assembly Election 2022 : ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, પ્રથમ અને બીજા તબક્કામાં સમાજવાદી પાર્ટી અને બસપાનો સફાયો થઈ જશે અને ભાજપ ઝડપથી 300 બેઠકો તરફ આગળ વધી રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 10મી માર્ચે ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવવી જોઈએ અને કોઈપણ ખેડૂતને પાંચ વર્ષ સુધી વીજળીનું બિલ ચૂકવવું નહીં પડે.

અમિત શાહે કહ્યું - SPનો સફાયો થઈ ગયો
અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને સમાજવાદી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ એ 300થી વધુસીટો સાથે ભાજપ સરકારનો પાયો નાખવાનું કામ કર્યું છે. ત્રીજા તબક્કામાં બહુમતી વધારવાની છે.

'ભાજપ સરકારને સત્તામાં લાવો, આગામી 5 વર્ષ સુધી મફત વીજળી મેળવો'
અમિત શાહે જણાવ્યું હતું કે, 18મી (માર્ચ)ના રોજ હોળી છે, 10મીએ મતગણતરી છે, ભાજપ સરકારને સત્તામાં લાવો, 18મીએ મફત ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચશે.
આગામી 5 વર્ષ સુધી કોઈપણ ખેડૂતે વીજળીનું બિલ ચૂકવવું નહીં પડે. ફિરોઝાબાદના સિરસાગંજમાં એક ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવોકર્યો હતો કે, ભાજપ ધમાકેદાર સત્તામાં આવી રહ્યું છે, પરંતુ તે પહેલા સમગ્ર રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ હતું.
હવે ઉત્તર પ્રદેશમાં તોફાનો, કરફ્યૂ કે ખેડૂતો અનેવેપારીઓ પર બોમ્બ ધડાકા જોવા મળતા નથી, ઉત્તર પ્રદેશમાં કંવર યાત્રાઓ ઉજવાય છે.

અખિલેશ બંને તબક્કામાં ભાજપથી આગળ હોવાનો દાવો કરે છે
બીજી તરફ ફતેહપુર પહોંચેલા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, સમાજવાદી પાર્ટી અને તેનું ગઠબંધન ચૂંટણીના બંને તબક્કામાં ભાજપ કરતા ઘણા આગળ છે.
અમિતશાહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ પીડબલ્યુડી સહિતના સરકારી પૈસા પર રેલીઓ કરતી હતી, હવે ખબર પડી છે કે, તેમની રેલીમાં આવવા માટે બહારથીલોકોને બોલાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
