For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ આજે યુપીના ભાજપનુ ઘોષણા પત્ર કરશે જાહેર, આજે સાંજે અટકી જશે પ્રચાર અભિયાન

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે. આજે સવારે લખનઉમાં અમિત શાહ પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે જેમાં પાર્ટી રાજ્ય માટે પોતાની યોજનાઓને લોકો સામે રાખશે. ભાજપે ઘોષણા પત્રને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે. નોંધનીય વાત એ છે કે લોક કલ્યાણ સંકલ્પ પત્રને પહેલા સોમવારે જાહેર કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ લતા મંગેશકરના નિધનના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.

amit shah

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે. તેના બે દિવસ પહેલા આજે ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ભાજપનુ લોક કલ્યાણ સંકલ્પ પત્ર જાહેર કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી અનુરાગ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. દિનેશ શર્મા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ સુરેશ ખન્ના સહિત અન્ય વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ મંગળવારે સવારે 10.15 વાગે લખનઉના ઈંદીરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થશે.

નોંધનીય છે કે વર્ષ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 વિધાનસભા સીટો પર જીત મેળવી હતી. પાર્ટીએ 403 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં 39.67 ટકા વોટ શેર મેળવ્યા હતા. વળી, સમાજવાદી પાર્ટી(સપા)ને 47 સીટો, બહુજન સમાજ પાર્ટી(બસપા)એ 19 સીટો જીતી જ્યારે કોંગ્રેસ માત્ર સાત સીટો પર જીત મેળવી શક્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નિતિન ગડકરી આજે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનુ ઘોષણાપત્ર જાહેર કરશે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે સાંજે પ્રચાર અભિયાન અટકી જશે. પહેલા તબક્કામાં રાજ્યના 11 જિલ્લાઓ શામલી, મેરઠ, મઝફ્ફરનગર, બાગપત, હાપુડ, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, બુલંદશહર, મથુરા, આગ્રા અને અલીગઢની કુલ 58 સીટો માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે જ્યારે મતોની ગણતરી 10 માર્ચે થશે.

English summary
Uttar Pradesh assembly election 2022: Amit Shah will declare BJP Election Manifesto today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X