For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP Assembly Election 2022 : મોદી-યોગી વચ્ચે સંઘર્ષ થઈ શકે છે, હું મારા ભાઈ માટે મારો જીવ પણ આપી શકું છું

પંજાબના માલવામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક સંબોધન દરમિયાન કહ્યું હતું કે, "હું મારા ભાઈ રાહુલ ગાંધી માટે મારા જીવનનું પણ બલિદાન આપી શકું છું અને તેમને પણ મારા માટે એમ કરી જ શકે છે.

|
Google Oneindia Gujarati News

Uttar Pradesh Assembly Election 2022 : પંજાબના માલવામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક સંબોધન દરમિયાન કહ્યું હતું કે, "હું મારા ભાઈ રાહુલ ગાંધી માટે મારા જીવનનું પણ બલિદાન આપી શકું છું અને તેમને પણ મારા માટે એમ કરી જ શકે છે. સંઘર્ષ કે ટકરાવ ભાજપમાં છે, કોંગ્રેસમાં નહીં. યોગીજી, મોદીજી અને અમિત શાહ વચ્ચે હિતોનો સંઘર્ષ હોય શકે છે.

હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપી દેશે

હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપી દેશે

વાસ્તવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટમાં કહ્યું હતું કે ભાઈ-બહેન (પ્રિયંકા-રાહુલ) વચ્ચેના પરસ્પર વિવાદ અને વર્ચસ્વને કારણે કોંગ્રેસ ડૂબી જશે.

આ ટ્વીટના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે, "હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપી દેશે, તો પછી વિવાદ શું છે?

યોગીજીના મનમાં વિવાદ છે. એવું લાગે છે કે, મોદીજી આ વાત અમિત શાહ અને યોગીજી વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે કહી રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું

પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું

આ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પંજાબના કોટકપુરામાં 'નવી સોચ નવા પંજાબ' રેલીને સંબોધિત કરતા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર નિશાનસાધ્યું હતું.

પ્રિયંકાએ કહ્યું કે, અમારી અહીં 5 વર્ષથી સરકાર છે. એ વાત સાચી છે કે, તે સરકારમાં કેટલીક ખામીઓ હતી. ઘણા લોકો રસ્તા ભૂલી ગયા. જે બાદપંજાબમાંથી સરકાર ચાલવાનું બંધ થઇ ગયું હતું. જે બાદ પંજાબમાં સરકાર દિલ્હીથી ચાલવા લાગી અને દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની નહીં પણ ભાજપની સરકાર ચાલવાલાગી હતી.

પ્રિયંકાએ AAPને RSSની પાર્ટી કહી

પ્રિયંકાએ AAPને RSSની પાર્ટી કહી

પ્રિયંકા ગાંધીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી RSSમાંથી ઉભરી આવી છે.

AAP પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'આમ આદમી પાર્ટી RSSમાંથી બહાર આવેલી પાર્ટી છે. AAPએ દિલ્હીમાં શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓના નામે કંઈ કર્યું નથી.રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વિશે સત્ય જાણવું મહત્વપૂર્ણ છે.

English summary
Uttar Pradesh Assembly Election 2022 : Modi-Yogi may have clash, I may even give my life for my brother : Priyanka Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X