• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુપીના યુવાનોના સ્વપ્ન તોડી રહ્યાં છે સીએમ અખિલેશ યાદવ

|

લખનઉ, 2 જૂનઃ માત્ર 38 વર્ષની ઉમરમાં જ્યારે મુલાયમ સિંહ યાદવના સુપુત્ર અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા તો અનેક લોકોને તેમનાથી ઘણી આશાઓ હતી. લોકોને લાગ્યું કે 38 વર્ષનો એક યુવા ચહેરો કદાચ દેશના આ સૌથી મોટા રાજ્યના યુવાઓને પણ આગળ લઇ જશે. બે વર્ષ બાદ બધા સ્વપ્ન તૂટી ગયા. યુપીની સ્થિતિ પહેલા કરતા પણ ખરાબ થતી ગઇ, એ તો બધાને ખબર હતી, પરંતુ બદાંયુ ગેંગરેપ કેસથી તો યુપીની છબી વધુ ખરડાઇ ગઇ.

ઉત્તર પ્રદેશ આજે બ્રેન ડ્રેનમાં દેશનું નંબર વન રાજ્ય છે, પરંતુ 10થી 19 વર્ષની ઉમરના લોકો પણ સૌથી વધારે અહી છે. સૌથી વધારે ફર્સ્ટ ટાઇમ વોટર્સ યુપીમાંથી જ હતા અને 18 વર્ષથી વધુની ઉમરના લોકો પણ અહી છે, 2013માં સૌથી વધારે રમખાણ પણ અહી થયા છે. આજે આ રાજ્યના એક યુવા મુખ્યમંત્રીએ રાજ્યના એ જ 56 ટકા કરતા વધારે લોકોનો વિશ્વાસ ખતમ કરી નાંખ્યો છે, જે યુવા છે, જેમની ઉમર 18 કરતા વધારે છે અને જેમની આંખોએ કંઇક કરી છૂટવાના સ્વપ્ન સેવ્યા હતા.

બળાત્કાર, હત્યા અને લૂંટ

જાણીતા રાજકી વિશેષજ્ઞ અને આગરા વિશ્વવિદ્યાલયમાં લેક્ચરરે આ અંગે પોતાનો પ્રતિભાવ જાહેર કર્યો પરંતુ શર્ત મુકી કે તેમનું નામ નહીં જણાવવું. તેમને એ વાતનો ભય હતો કે જો તેમનું નામ ક્યાંક આવી જશે તો સરકાર તેમને જેલમાં મોકલી દેશે. રાજનીતિ શાત્રના પાઠ વિદ્યાર્થીઓને ભણાવનારા આ લેક્ચરર અનુસાર છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશની જે હાલત થઇ છે, તે ખરેખર ચોંકાવનારી છે. એવું લાગે છેકે રાજ્યમાં વ્યવસ્થા અને કાયદા નામની કોઇ વસ્તું જ નથી. રાજ્યમાં દરેક જિલ્લો વિજળી, પાણી, બળાત્કાર, હત્યા અને લૂંટ જેવી સમસ્યાઓનો સામનો કરવા મજબૂર છે.

શરમ આવે છેકે હું ઉત્તર પ્રદેશમાં છું

મુંબઇમાં સિવિલ એન્જીનીયરનું કામ કરનારા અક્ષય સિંહની વાત માને તો તેમને પોતે યુપીના હોવાનું કહેતા પણ શરમ આવે છે. તેઓ કહે છેકે તેઓ હવે આ રાજ્યમાં વસવાનો ઇરાદો છોડી ચૂક્યા છે. અક્ષય કહે છેકે, મારું ઘર ઉત્તર પ્રદેશમાં છે, છેલ્લા ત્રણ વર્ષથી હું મુંબઇમાં રહું છું. તમે વિશ્વાસ નહીં કરો જ્યારે મારા મિત્રોએ જણાવ્યું કે મારા રાજ્યમાં તો દેશના યુવા સીએમ આવ્યા છે તો મને ઘણી ખુશી થઇ હતી. આજે સ્થિતિ એવી છેકે હું ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ આવતા જ ચુપ થઇ જાઉ છું. અક્ષયની નિરાશા એ વાતથી જાહેર થઇ ગઇ જ્યારે તેમણે કહ્યું કે મજબૂરી હશે તો જ તેઓ યુપી જશે.

ચાલો તસવીરો થકી જોઇએ ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા કેટલાક ખાસ આંકડા જે ક્યારેક એનસીઆરબી તો ક્યારેક ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યા, તો ક્યારેક યુનાઇટેડ નેશન્સ તરફથી થયેલી એક ખાસ સ્ટડીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

1.1 લાખ યુવાનોએ છોડ્યું યુપી

1.1 લાખ યુવાનોએ છોડ્યું યુપી

યુનાઇટેડ નેશન્સની દેખરેખમાં કરવામાં આવેલા એક અભ્યાસની વાત માનીએ તો યુપીમાં છેલ્લા એક દશકામાં બ્રેડ ડ્રેને ઘણો વેગ પકડ્યો છે. 1.1 લાખ યુવાનો રાજ્ય છોડીને જતા રહ્યાં છે અને ખાસ વાત એ છેકે આ બ્રેન ડ્રેન વર્ષ 2012 બાદ વધી રહ્યો છે.

વર્ષ 2013માં 247 રમખાણો

વર્ષ 2013માં 247 રમખાણો

વર્ષ 2013માં જ્યારે મુઝફ્ફરનગર રમખાણ થયા તો બધી જગ્યાએ ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ થવા લાગ્યો. આ વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી એક અહેવાલ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ અનુસાર દેશના કોઇપણ હિસ્સા કરતા સૌથી વધારે 247 સાંપ્રદાયિક રમખાણો ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા.

2011ના આંકડાઓની જાણકારી

2011ના આંકડાઓની જાણકારી

વર્ષ 2011માં થયેલી જણગણના પર જો વિશ્વાસ કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં 10થી 19 વર્ષની ઉમરના લોકોની સંખ્યા વધારે છે. રાજ્યમાં 24.5 ટકા લોકો એવા છે જેમની ઉમર 10થી 19 વર્ષની વચ્ચે છે.

20.3 ટકા યુવાઓની ભાગીદારી

20.3 ટકા યુવાઓની ભાગીદારી

રાષ્ટ્રીય સ્તર પર ઉત્તર પ્રદેશમાં અંદાજે 20.3 યુવા પોતાની ભાદીગારી નોંધાવે છે. રાજ્યમાં 20 ટકાથી વધુ લોકો એવા છે, જેમની ઉમર 15થી 24 વર્ષની વચ્ચે છે.

અહી પણ ખાસી એવી ભાગીદારી

અહી પણ ખાસી એવી ભાગીદારી

2011ની જણગણના અનુસાર રાજ્યમાં 56.5 ટકા લોકો એવા છે જેમની ઉમર 18 વર્ષ કરતા વધારે છે.

ચૂંટણીમાં નક્કી કરી રાજનેતાઓની તકદીર

ચૂંટણીમાં નક્કી કરી રાજનેતાઓની તકદીર

2014ની લોકસભા ચૂંટણીમાં 150 મિલિયન વોટર્સ ફર્સ્ટ ટાઇમ વોટર્સ હતા અને તેમાંથી 15 ટકા માત્ર ઉત્તર પ્રદેશમાં જ હતા. અંદાજે 18 મિલિયન લોકો એવા હતા, જેમણે પહેલીવાર મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

વર્ષ 2017 સુધી એક કરોડ બેરોજગાર

વર્ષ 2017 સુધી એક કરોડ બેરોજગાર

યોજના આયોગ તરફથી ગયા વર્ષે આપવામાં આવેલી એક જાણકારી પર નજર ફેરવીએ તો ઉત્તર પ્રદેશમાં 2017 સુધીમાં અંદાજે એક કરોડ યુવાનોએ બેરોજગારીનો સામનો કરવો પડશે.

વધી રહ્યાં છે બળાત્કારના મામલા

વધી રહ્યાં છે બળાત્કારના મામલા

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2013ના એક અઠવાડિયામાં બળાત્કારના 126 મામલા નોંધાયા હતા. આ ઉપરાંત એનસીઆરબી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દરરોજ 10 મામલા સામે આવે છે.

English summary
Rape is not only a problem for Uttar Pradesh, but brain drain, unemployment, law and order, communal violence and few other things which are creating trouble for youngsters in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more