મતદાન પહેલાં યોગી આદિત્યનાથે મતદારોને આપી ચેતવણી, કહ્યું કે જો...
મતદાન પહેલાં યોગી આદિત્યનાથે મતદારોને આપી ચેતવણી, કહ્યું કે જો...
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 11 જિલ્લાની 58 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં સીએમ યોગી આદિત્યનાથે મતદાતાઓને ચેતવણી આપવાની સાથે જ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી છે. આ 6 મિનિટના વીડિયોને સીએમ યોગીએ પોતાના અંગત ટ્વિટર હેંડલથી શેર કર્યો છે. તેમણે મતદાતાઓને કહ્યું, 'જો ભૂલ કરી તો કાશ્મીર, કેરળ અને બંગાળ બની જશે યુપી.'

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, 'હવે મોટા નિર્ણયનો સમય આવી ગયો છે. પાછલા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જીનની સરકારે જે કંઈપણ કર્યું છે, તે બહુ પ્રતિબદ્ધતા સાથે કર્યું છે અને જે કંઈપણ કહ્યું છે તે તમારા ભરોસાને ધ્યાનમાં રાખી તેને નિભાવ્યું છે. તમે બધું જ જોયું છે અને આ ચૂંટણી સુધી આવતાં આવતાં ધ્યાનથી બધું જ સાંભળ્યું છે. મારે તમને મારા દિલની એક વાત કહેવી છે. આ 5 વર્ષોમાં ઘણુંબધું ્ભૂતપૂર્વ થયું છે. ઉત્તર પ્રદેશના તમામ એક લાખ ગામમાં તમામ ઘરોને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવું પહેલીવાર થયું છે.'
તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકો કદાચ કલ્પના પણ ના કરી શકે કે આનાથી કરોડો લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. અહીં હું વોટ માંગવા માટે નથી આવ્યો બલકે હું તો પાછલી સરકારો તરફથી માફી માંગું છું કે તેઓ આ કામ 70 વર્ષમાં ના કરી શક્યા. અમે કરોડો ઘરોમાં શૌચાલય બનાવ્યાં, મારા માટે આ પણ તમારો વોટ મેળવવાનો જુગાડ નહોતો. સ્વસ્છતાથી પણ વધુ મારા માટે માતાઓ અને બહેનોનું સમ્માન અને ગરિમાનો પ્રશ્ન હતો. લાખો ઘર અને પરિવાર ઝૂંપડીઓમાંથી નીકળી પહેલીવાર પાક્કા મકાનમાં આવી ગયાં છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, 'તેમની આંખોમાં એવી ચમક છે, જે સેંકડો ચૂંટણીમાં જીતની ચમકને પણ ફીકી કરી દે. ચૂંટણી આવશે પરંતુ અત્યાર સુધી ધૂમાડા વાળા ચૂલ્હા પર કામ કરતી આપણી માતાઓ, બહેનો હવે બીમાર પડવાથી બચશે, સ્વસ્થ રહેશે. આયુષ્માન યોજના આજે ઉત્તર પ્રદેશના કરોડો પરિવારો માટે રોગોથી નિપટવાનો સહારો બની. તમે જોયું કે અમે દરેક ઘરે નળ યોજનાથી ઘરે-ઘરે પાણી પહોંચાડી રહ્યા છીએ, એક ખૂણેથી બીજા ખુણા સુધી એક્સપ્રેસ વે બનાવી રહ્યા છે, રાજ્યભરમાં ઔદ્યોગિક કોરિડોર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
