કિન્નર બનાવવા માટે યુવાનું કાપી નાંખ્યું ગુપ્તાંગ

man
મેરઠ, 03 ઑક્ટોબરઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેનાથી આખા વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો છે. મેરઠના ખરખૌદા વિસ્તારમાં એક યુવકને બળજબરીથી કિન્નર બનાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કિન્નરોએ સોમવારે એખ યુવકનું ગુપ્તાંગ કાપી નાંખ્યું, જેથી તે કિન્નર બની જાય. ગુપ્તાંગ કાપી નાંખ્યા પછી કિન્નરોએ યુવકને બેભાન અવસ્થામાં જંગલમાં ફેંકી દીધો અને ત્યાંથી ફરાર થઇ ગયા. સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ભાનમાં આવ્યા પછી તેણે આખી ઘટનાનો ચિતાર પોલીસ સમક્ષ કર્યો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે.

મળેલી માહિતી અનુસાર 35 વર્ષિય મહેબૂબ, નદીમ કિન્નર અને મુમતા્ઝ સાથે રહીને તેમના માટે ખાવાનું બનાવવાનું તથા ઢોલ બનાવવાનું કામ કરતો હતો. લગભગ છ મહિના પહેલાં મહેબૂબે કામ છોડી દીધું હતું. ચાર દિવસ પહેલાં નદીમ, મુમતાઝ પોતાના બે સાથીઓ સાથે મહેબૂબના ઘરે પહોંચ્યા અને કોઇ કામના બહાને તેને ગાઝિયાબાદના ભોજપુર વિસ્તારમાં લઇ ગયા. સોમવારે સવારે ખરખૌદા વિસ્તારમાં બિજલી બંબા ચૌકી પાસે ઝાડીઓમાં મહેબૂબ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો. કેટલાક સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને તેને સંતોષ હોસ્પિટલ સારવારઅર્થે લઇ ગયા હતા.

ભાનમાં આવ્યા પછી તેણે પોલીસને જણાવ્યું કે રવિવારે રાત્રે કિન્નર નદીમ, મુમતાઝ અને તેના સાથીઓએ તેને એક રૂમમાં બંધક બનાવ્યો અને કન્નર બનવા માટે દબાણ કર્યું હતું. ઇન્કાર કરતા આરોપીઓએ અસ્ત્રા વડે તેનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. લોહલુહાણ હાલતમાં તેને ખરખૌદા વિસ્તારમાં બિજલી બંબા ચોકી પાસે ફેંકી દેવામાં આવ્યો અને તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા. પોલીસે ફરાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X