લખનૌમાં તાપમાન -0.2 ડિગ્રી, યુપીમાં કુલ 114ના મોત

સરકારી આંકાડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 114 લોકોના મોત નીપજ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ન્યૂનતમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉચ્ચતમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજધાની દિલ્હીની વાત કરીએ તો સોમવારે રાત્રે દિલ્હીમાં પણ ન્યૂનતમ તાપમાન એક ડિગ્રીની નીચે જતું રહ્યું હતું જે આ મોસમનું સૌથી નીચું તાપમાન છે. નોંધનીય છે કે રાજધાનીમાં 2 જાન્યુઆરીએ ઠંડીએ 44 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તે દિવસે ઉચ્ચતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની વાત માનીએ તો ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર સૌથી ઠંડો વિસ્તાર રહ્યું. જ્યાં ન્યૂનતમ તાપમાન પહેલીવાર શૂન્યની નીચે જતું રહ્યું. અહીં તાપમાન શૂન્યથી પણ નીચે 0.7 ડિગ્રી નોંધાયું હતું. લખનૌ ઉપરાંત નજીબાબાદ, અલીહઢ, આગરા સહિત આખા પૂર્વ વિસ્તારમાં ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજધાની ઉપરાંત આગરામાં ન્યૂનતમ તાપમાન 0.6 ડિગ્રી, નજીબાબાદમાં એક, અલીગઢમાં 1.4 અને લખીમપુર ખીરીમાં 1.6 ડિગ્રી નોંધાયું છે.












Click it and Unblock the Notifications
