ઉત્તર પ્રદેશઃ ભીષણ અકસ્માતમાં 6 બાળકો સહિત 14ના મોત, CMએ વ્યક્ત કર્યુ દુઃખ
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં બોલેરો કારની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ જેમાં 14 લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. માહિતી અનુસાર મરનારમાં છ બાળકો પણ શામેલ છે. આ દૂર્ઘટના પ્રયાગરાજ-લખનઉ હાઈવે પર માનિકપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં બની છે. આ ઘટના ગુરુવારે રાતે બની છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે જાનમાંથી પાછા આવી રહેલા લોકોથી ભરેલી પૂર ઝડપે આવતી બોલેરો કાર રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ.

લોકોના શબને ગાડી કાપીને બહાર કાઢવામાં આવ્યા. દૂર્ઘટનાની સૂચના ગામમાં પહોંચતા શોક વ્યાપી ગયો. વળી, દૂર્ઘટના પર યુપીના મુખ્યમંત્રી યોગ આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે ઘટના સ્થળે પહોંચે અને પીડિતોને દરેક સંભવ પૂરી પાડે.












Click it and Unblock the Notifications
