ઉત્તરપ્રદેશઃ ચાલતી જીપમાં સગિરા સાથે ગેંગરેપ

crime-against-women
ફૈઝાબાદ, 25 ડિસેમ્બરઃ રાજધાની દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની સાથે ચાલતી બસમાં સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં ઉઠેલો જનાક્રોશ હજુ શાંત પણ નથી થયો ત્યાં તો ઉત્તર પ્રદેશના બે જિલ્લાઓમાં બળાત્કારની ઘટનાઓએ આખા પ્રદેશને હચમચાવી નાંખ્યો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી થોડેક દૂર આવેલા ફૈજાબાદમાં એક દલિત કિશોરીનું અપહરણ કરીને ચાર યુવકોએ ચાલતી જીપમાં સામુહિક બળાત્કાર કર્યો છે. ત્યાર બાદ એ યુવતીને દિલ્હીમાં એક રૂમમાં કેદ કરીને એક અઠવાડિયા સુધી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. બીજી તરફ સીતાપુરમાં એક માસૂમ યુવતીને નશો કરનારાઓએ સામુહિક બળાત્કાર ગુજારી હત્યા કરી નાંખી અને લાશને જંગલમાં ફેંકી ભાગી ગયા હતા.

ફૈઝાબાદની ઘટના અંગે મળેલી માહિતી અનુસાર ફૈઝાબાદના કુમારગંજ પોલીસ મથક વિસ્તારના ગામ સથરી નિવાસી કુલદીપ, સહજપુર નિવાસી કેવલાએ પત્ની ઝિંગુરીની મદદથી તેની 15 વર્ષિય પુત્રીને ભોળવીને ચોરબજાર વિસ્તારમાં લઇ ગયો. ત્યાંથી તેને જીપમાં બેસાડી, જેમાં રાજકુમાર, રાજ બહાદુર અને લલ્લન પહેલેથી હતા. ચાલતી જીપમાં તમામે વારાફરથી તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો.

યુવતીના પિતાએ પોલીસને જણાવ્યા પ્રમાણે દરિંદોએ કિશોરીને નશીલું પીણું પીવડાવી દીધું હતું, જેનાથી તે બેભાન થઇ ગઇ હતી. બેભાન હાલતમાં તેને કુલદીપ દિલ્હી લઇ ગયો હતો. જ્યાં તેને એક રૂમમાં બંધક બનાવવામાં આવી અને તેની સાથે બળાત્કાર આચરવામાં આવ્યો. ગામમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળતા તે 22 ડિસેમ્બરે ફૈઝાબાદ રોડવેજ બસસ્ટેશન પાછળ તેને છોડીને ફરાર થઇ ગયો હતો. ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સીતાપુરમાં એક માસુમ સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. જાણકારી અનુસાર રામકોટના બીહટ ગામના રામચંદ્ર પાસીની સાત વર્ષની પુત્રી શનીવારે સાંજે ગામના સોહન લાલના ઘર પાસે બાળકો સાથે રમી રહી હતી. ત્યારે નશામાં ધૂત સંતરામ નામનો યુવક ત્યાં પહોચ્યો હતો અને ટોફી અપાવવાના બહાને બાળકીને સાથે લઇ જઇ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સાંજે બાળકી ઘરે નહીં પહોંચતા પિતા રામચંદ્રએ સંતરામને પૂછ્યું હતું. પરંતુ સંતોષજનક જવાબ નહીં મળતા પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી સંતરામની પૂછપરછ કરી હતી.

સંતરામે જે કહ્યું તેના આધારે પોલીસે નહેરના કિનારે ઝાડીઓમાંથી બાળકીનો મૃતદેહ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે સંતરામે પોતાનો ગુન્હો કબુલ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X