યુપી પંચાયત ચૂંટણીઃ 4 તબક્કામાં થશે મતદાન, ચૂંટણી પંચે કર્યુ તારીખોનુ એલાન
ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પહેલા તબક્કાનુ મતદન 15 એપ્રિલ, બીજા તબક્કાનુ 19 એપ્રિલ, ત્રીજા તબક્કાનુ 26 એપ્રિલ અને ચોથા તબક્કાનુ 29 એપ્રિલે થશે. બધા તબક્કાની મત ગણતરી 2મેના રોજ થશે. પહેલા તબક્કા માટે નામાંકન 3 એપ્રિલ અને 4 એપ્રિલે થશે જ્યારે બીજા તબક્કાનુ નામાંકન 7-8 એપ્રિલે થશે. વળી, ત્રીજા તબક્કાનુ નામાંકન 13 અને 15 એપ્રિલે થશે અને ચોથા તબક્કાનુ નામાંકન 17-18 એપ્રિલે થશે.

તમને જણાવી દઈએ કે યુપી સરકારે ગુરુવારે જ ફાઈનલ અનામત સૂચિ જાહેર કરી દીધી છે. પંચાયત ચૂંટણી માટે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ 26 માર્ચે એટલે કે આજે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ આ મામલે સુનાવણી કરશે. એવામાં પંચાયત ચૂંટણી સાથે જોડાયેલી અરજીઓના નિવારણ પર સૌની નજર સુપ્રીમ કોર્ટ પર ટકી છે. જો કે, જાણકારોનુ કહેવુ છે કે ચૂંટણી પંચ તરફથી પંચાયત ચૂંટણીનુ એલાન થવા સાથે જ હવે સરકારનો સુપ્રીમ કોર્ટમાં એ તર્ક હશે કે તેણે હાઈકોર્ટના દિશા-નિર્દેશોના આધારે પહેલા અનામત સૂચિ જાહેર કરી અને ત્યારબાદ ચૂંટણીનુ એલાન કરી દીધુ છે. એવામાં હવે જનહિત અરજી મહત્વહીન થઈ ગઈ છે.
ચાર તબક્કામાં થશે મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 15 એપ્રિલે પહેલા તબક્કાનુ મતદાન થશે. 19 એપ્રિલે બીજા તબક્કાનુ મતદાન થશે જ્યારે ત્રીજા તબક્કાનુ મતદાન 26 એપ્રિલે થશે. 29 એપ્રિલે ચોથા તબક્કાનુ મતદાન થશે ત્યારબાદ 2મેના રોજ મતગણતરી થશે. 3 એપ્રિલથી પહેલા તબક્કાના નામાંકનની પ્રક્રિયા શરૂ થશે. બીજા તબક્કામાં 7 એપ્રિલથી 8 એપ્રિલ સુધી નામાંકન કરી શકાશે. ત્રીજા તબક્કામાં 13 એપ્રિલથી 15 એપ્રિલ સુધી નામાંકન થશે અને ચોથી તબક્કામાં 17 એપ્રિલથી 18 એપ્રિલ સુધી નામાંકન થઈ શકશે.
State Election Commission announces polling dates for Panchayat Elections 2021. Polls to be held in four phases - first phase polling on 15th April, second phase on 19th April, third phase on 26th April and fourth phase on 29th April. Counting of votes on 2nd May.
— ANI UP (@ANINewsUP) March 26, 2021












Click it and Unblock the Notifications
