ઉત્તરપ્રદેશમાં 'નમો રોટલી' આપતી હોટેલ પોલીસે બંધ કરાવી

Google Oneindia Gujarati News

વારાણસી, 9 મે : ઉત્તર પ્રદેશમાં 12મેના રોજ લોકસભા ચૂંટણી 2014ના છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે. સુરક્ષાના પગલાં લઇને ઉત્તર પ્રદેશ પોલીસે વારાણસીના એ ઢાબાને બંધ કરાવી દીધું છે જ્યાં નમો માર્કવાળી 'નમો રોટલી' બનાવવામાં આવી રહી હતી. આ રોટલી પર 'અબ કી બાર, મોદી સરકાર' મહોર લગાવેલી હતી.

આ રોટલી વારાણસીમાં અત્યંત લોકપ્રિય બની હતી. જ્યારથી અહીં રોટલી બનવાનું શરૂ થયું હતું ત્યારથી ખૂબ ભીડ જામેલી રહેતી હતી. કેટલાક લોકોએ ઢાબા અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા ઢાબાને ચૂંટણી પંચના આદેશથી બંધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ઢાબા પર પોલીસે તાળું મારી દીધું છે. આ સાથે ઢાબાના માલિકને તાકીદ કરવામાં આવી છે કે તે અત્યારે મીડિયાના લોકો સાથે વાતચીત ના કરે. આ ઢાબા પર મોદી સમર્થકોની સાથે સ્થાનિક નિવાસીઓએ પણ નમો રોટલીનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે.

નમો છાપ રોટલી બનાવનારા ઢાબાના માલિક નરેન્દ્ર મોદીના મોટા ફેન છે. ઢાબાના માલિકને આ આઇડિયા આવ્યો અને તેમણે આ માટેનું મશીન ખરીદી લીધું.

English summary
Uttar Pradesh police shut down hotel serving NaMo rotis in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X