For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uttar Pradesh Result: યુપીની આ 2 સીટે કોંગ્રેસની લાજ રાખી લીધી!

Uttar Pradesh Result: યુપીની આ 2 સીટે કોંગ્રેસની લાજ રાખી લીધી!

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયાં છે. યુપીમાં ભાજપ પોતાની સત્તા બચાવવામાં સફળ રહી છે. જ્યારે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને સૌથી ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસને પાછલી ચૂંટણીમાં 7 સીટ જીતવામાં સફળતા મળી હતી. આ વખતે તેનું પ્રદર્શન પાછલી વખતેના મુકાબલે વધુ ખરાબ રહ્યું છે. 2017માં કોંગ્રેસ 7 સીટ જીતવામાં સફળ રહી હતી, પરંતુ આ વખતે માત્ર 2 સીટથી જ સંતોષ માનવો પડ્યો છે.

priyanka gandhi

રામપુર ખાસઃ પ્રતાપગઢ જિલ્લાની રામપુર ખાસ એવી 7 સીટોમાં સામેલ છે, જ્યાં કોંગ્રેસે 2017માં જીત હાંસલ કરી હતી. આ વખતે પણ અહીંથી કોંગ્રેસની આરાધના મિશ્રા જીત તરફ અગ્રેસર છે. બીજા નંબર પર ભાજપના નાગેશ પ્રતાપ સિંહ ઉર્ફે છોટે સરકાર છે, જો કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચેનો અંતર પણ વધુ નથી. રામપુર ખાસ કોંગ્રેસનો ગઢ રહી છે. આરાધના મિશ્રાનો પરિવાર અહીંથી જીતતો રહ્યો છે.

ફારેંદાઃ મહારાજગજ જિલ્લાની ફરેંદા સીટ પર કોંગ્રેસ અને ભાજપમાં જોરદાર ટક્કર ચાલી રહી છે. આ સીટ પર અત્યાર સુધી કોંગ્રેસના વીરેન્દ્ર ચૌધરી બઢત બનાવેલ છે. ભાજપના બજરંગ બહાદુર સિંહ હજારથી ઓછા વોટથી પાછળ ચાલી રહ્યા છે. 2017માં આ સીટ પર ભાજપે જીત હાંસલ કરી હતી.

જણાવી દઈએ કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી હતી. પ્રિયંકાએ યુપીમાં 'લડકી હું, લડ સકતી હું'ના નારાથી યુપી વિધાનસભા ચૂંટણીમાં ડગલું માંડ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં સારું કરવાશે તેવી ઉમ્મીદ હતી. પરંતુ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના વધુ ખરાબ હાલાત થઈ ગયા છે. હાલાત એવા છે કે યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂ ખુદ પોતાની સીટ તમકુહી રાજથી પાછળ ચાલી રહ્યા ચે. જ્યારે યુપીમાં કોંગ્રેસનો વોટશેર ગગડીને 3 ટકા રહી ગયો છે.

English summary
Uttar Pradesh Result: These 2 seats of UP saved congress from being wiped out!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X