For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા સોનિયા ચાલ્યા રાયબરેલી

|
Google Oneindia Gujarati News

sonia gandhi
લખનઉ, 7 નવેમ્બર: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રાયબરેલીની મુલાકાત માટે રવાના થશે, તેમનો આ પ્રવાસ બે દિવસ સુધી ચાલશે. તેમની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ રહેશે. સોનિયા ગાંધીની આ મુલાકાત આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આ વર્ષે થયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રાયબરેલીની તમામ પાંચ સીટ પર માત મળી હતી. જેના કારણે પાર્ટી પોતાના ખાનદાની ગઢને મજબૂત કરવા માગે છે.

આ દરમિયાન સોનિયા ગાંધી લાલગંજમાં એક રેલકોચ કારખાનાનું ઉદઘાટન કરશે. આ કારખાનું પૂર્વ રેલમંત્રી લાલૂપ્રસાદ યાદવે તેમના કાર્યકાળ દરમિયાન ઉપહાર સ્વરૂપે આપ્યું હતુ.

છેલ્લા એક વર્ષથી આ કારખાનાનું ઉદઘાટન જમીન વિવાદમાં સપડાયું હતું, પરંતુ રેલવેએ હવે આ વિવાદ સુલજાવી લીધો છે. રેલવેએ પ્રભાવિત જમીન માલિકોમાંથી 1400 લોકોને ડી શ્રેણીમાં નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

રાયબરેલીમાં રાયબરેલી શહેર, હરચંદપુર, સરેની, બછરાવા અને હરચંદપુર સીટ છે. 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 22 સીટ મેળવવામાં સફળતા મળી હતી. આ જિલ્લા સાથે કોંગ્રેસને જોડવાનું કામ ફિરોઝ ગાંધીએ કર્યું હતું. તેમજ 70-80ના દાયકામાં જિલ્લાના વિકાસમાં ઇન્દિરા ગાંધીએ વિશેષ ફાળો આપ્યો હતો.

English summary
UPA chair person Sonia Gandhi begins Raebareli visit today, where she will inaugurate a rail coach factory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X