For Quick Alerts
For Daily Alerts
ઇજ્જત બચાવવા બજારમાં અર્ધનગ્ન દોડી મહિલા
બરેલી, 16 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશમાં ગૂનેગારોને એ હદે પ્રોત્સાહન મળી રહ્યું છે કે તેઓ કોઇપણ ઘટનાને પાર પાડી શકે છે. જેનું તાજુ ઉદાહરણ સૂબેના બરેલી જંકશન રેલવે સ્ટેશન પર જોવા મળ્યું હતું. અહીં એક યુવતી મોડી રાત્રે દબંગોથી પોતાની ઇજ્જત બચાવવા માટે રોડ પર અર્ધનગ્ન હાલતમાં દોડતી રહી. પોલીસને ઘટનાની જાણ થતા બંને સાગરિતોને પકડી પાડ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ યુવતી એક ખાનગી ફાર્મમાં કામ કરતા તેના પતિની સાથે એક ધર્મશાળામાં રહેતી હતી. દરમિયાન આ વિસ્તારમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠેલા બે હવસખોરોએ તેની છેડખાની કરી હતી. યુવતી તેની ઇજ્જત બચાવવા ત્યાંથી બહાર નીકળીને રસ્તા પર દોડવા લાગી હતી.
યુવતીને આ રીતે ભરબજારમાં દોડતા જોઇને ચકચાક મચી જવા પામી હતી. આ યુવતી ભાગતા ભાગતા આ જ અવસ્થામાં પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. તેણે સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવી તો પોલીસ પણ દંગ રહી ગઇ હતી. પોલીસે ધર્મશાળામાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.