વાયરલ વીડિયો બાદ જાગી ઉત્તરાખંડ સરકાર, કેમ્પટી ફૉલમાં હવે નાહવા જઈ શકશે માત્ર 50 લોકો

જો તમે વીકેન્ડ પર મસૂરી આવી જઈ રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ખાસ છે.

મસૂરીઃ જો તમે વીકેન્ડ પર મસૂરી આવી જઈ રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ખાસ છે. વાસ્તવમાં, કેમ્પટી ફૉલમાં પર્યટકોની ભારે ભીડ અને કોવિડ-19નુ ઉલ્લંઘન થવા પર મસૂરી પ્રશાસને નવી વ્યવસ્થા કરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે કેમ્પટી ફૉલ ઝરણામાં એક વારમાં 50 પર્યટક નાહવા જઈ શકશે. એટલુ જ નહિ, ઝરણામાં પર્યટકો અડધો કલાક જ રોકાઈ શકશે. હૂટર વાગતા જ પર્યટકોએ બહાર નીકળવુ પડશે.

kemtyfalls

કોરોના કર્ફ્યુમાં છૂટ મળ્યા બાદ પ્રસિદ્ધ પર્યટક સ્થળ કેમ્પટીફૉલમાં સૈર સપાટા માટે રોજ સેંકડો સહેલાણીઓ પહોંચી રહ્યા છે. કેમ્પટીફૉલ ઝરણામાં નહાવા દરમિયાન પર્યટક કોવિડ ગાઈડલાઈનનુ પાલન નથી કરી રહ્યા, એવી ફરિયાદો જિલ્લા પ્રશાસનને મળી છે. એટલુ જ નહિ સોશિયલ મીડિયા પર પણ ઝરણામાં સેંકડો પર્યટકોના એક સાથે નહાવાનો ફોટો પણ સામે આવ્યો છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના છે.

ફોટો અને ફરિયાદ મળ્યા બાદ જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યુ છે. ડીએમ ઈવા આશીષ શ્રીવાસ્તવ તરફથી જાહેર આદેશમાં એસએસપી અને એસડીએમ ધનોલ્ટીને કેમ્પટીફૉલ આવનારા પર્યટકોનુ નિરીક્ષણ કરવા માટે ચેક પોસ્ટ સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. ચેક પોસ્ટ પર કોવિડ નિયમો હેઠળ પર્યટકોનુ ચેકિંગ કરવામાં આવે. એક વારમાં 50થી વધુ પર્યટકોને ઝરણામાં જવાની અનુમતિ ન આપવામાં આવે. સાથે જ પર્યટકો અડધા કલાકથી વધુ ઝરણામાં રોકાઈ નહિ શકે. ત્યારબાદ બીજા 50 પર્યટકોને મોકો મળશે. બધા પર્યટકોના પાછા આવ્યા બાદ હૂટર વગાડીને બીજા પર્યટકોને ઝરણામાં જવાની મંજૂરી આપવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X