For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uttarakhand Assembly Election 2022 :AAPએ ઉત્તરાખંડમાં પોતાના 10 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો, કેજરીવાલે કહી આ વાત

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, દિલ્હીના મુખ્યપ્રધાન અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ રાજ્યના લોકો સમક્ષ પાર્ટીનો 10 પોઇન્ટ એજન્ડા મૂક્યો હતો.

|
Google Oneindia Gujarati News

Uttarakhand Assembly Election 2022 : ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, દિલ્હીના મુખ્યપ્રધાન અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ રાજ્યના લોકો સમક્ષ પાર્ટીનો 10 પોઇન્ટ એજન્ડા મૂક્યો હતો. રાજ્યમાં જાહેરાત કરતી વખતે કેજરીવાલે કહ્યું કે, આ વખતની ચૂંટણી ઐતિહાસિક હશે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતા પાસે આ વખતે ઈમાનદાર સરકારને ચૂંટવાનો મોકો છે.

arvind kejriwal

આગામી ચૂંટણીઓ માટે હરિદ્વારમાં પાર્ટીના 10 પોઈન્ટ એજન્ડાનું વર્ણન કરતા, AAPના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે, જો તેમની સરકાર બનશે, તો તે રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે. આ એક ઐતિહાસિક ચૂંટણી છે, જેમાં મોટું પરિવર્તન શક્ય છે. ઉત્તરાખંડમાં પહેલીવાર ઈમાનદાર સરકાર બની શકે છે.

ભ્રષ્ટાચારનો અંત આવી શકે છે. પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોટિયાલ સાથે ઉત્તરાખંડમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે જનતાને 10 ચૂંટણી વચનો આપ્યા હતા.

આ 10 ચૂંટણી વચનોમાં ભ્રષ્ટાચારનો અંત લાવવા, 24 કલાક વીજળી પૂરી પાડવી, રોજગારી આપવી, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવા, શિક્ષણમાં ક્રાંતિ, આરોગ્યમાં ક્રાંતિ, રસ્તાઓ, તીર્થયાત્રામાં સુધારો, ઉત્તરાખંડને આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક રાજધાની બનાવવા અને સરકારી નોકરીઓ અને સેનાના નિવૃત્ત સૈનિકોને 1 કરોડ એક્સ ગ્રેશિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, શહીદ જવાનોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

ઉત્તરાખંડના લોકોને પાર્ટીને મત આપવા માટે અપીલ કરતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટી માટેના દરેક મત માટે રૂપિયા 10 લાખનો ખર્ચ થશે. કારણ કે, સરકાર ભ્રષ્ટાચારનો અંત લાવશે અને મફત સેવાઓ આપશે.

English summary
Uttarakhand Assembly Election 2022 : AAP launches 10 point agenda in Uttarakhand, Kejriwal says - Uttarakhand will be Hindu's spiritual capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X