For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ: ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ પાસ

છેલ્લા કેટલાક દિવસોથી ગાય ચર્ચાનો વિષય બની છે. ક્યારેક ગૌ હત્યા તો ક્યારેક ગૌ સેવાના નામ પર લોકો સાથે થઇ રહેલી મારપીટને કારણે ગાય ચર્ચાનો વિષય બની રહી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી ગાય ચર્ચાનો વિષય બની છે. ક્યારેક ગૌ હત્યા તો ક્યારેક ગૌ સેવાના નામ પર લોકો સાથે થઇ રહેલી મારપીટને કારણે ગાય ચર્ચાનો વિષય બની રહી છે. ઘણા રાજ્યોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ઉત્તરાખંડ સરકારે વિધાસભામાં અધ્યાદેશ પાસ કર્યો છે તેના પછી ગાય હવે રાષ્ટ્રમાતા તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર તરફથી પશુપાલન મંત્રી રેખા આર્યા ઘ્વારા આ પ્રસ્તાવ સદનમાં રજુ કરવામાં આવ્યો હતો.

મંત્રીએ સદનમાં પ્રસ્તાવ રાખ્યો

મંત્રીએ સદનમાં પ્રસ્તાવ રાખ્યો

રેખા આર્યા ઘ્વારા રિઝોલ્યૂશન પાસ કરતા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગાયને ભારતની માતા તરીકે જાહેર કરે. જયારે કોંગ્રેસ ઘ્વારા પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સદનમાં હાજર કેટલાક લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. વિપક્ષ નેતા ઇન્દિરા હૃદેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયને માતાનો દરજ્જો આપવો ખુબ જ સારી બાબત છે. પરંતુ અમે એવી પણ ખબરો સાંભળીયે છે કે ગાયોની શેલ્ટર હોમમાં સારી રીતે સંભાળ રાખવામાં નથી આવતી અને તેમની યોગ્ય સુવિધા નહીં મળવાને કારણે મૌત થઇ જાય છે.

ગાયનું હકીકતમાં સમ્માન થાય

ગાયનું હકીકતમાં સમ્માન થાય

ઇન્દિરા હૃદેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસને આ પ્રસ્તાવથી કોઈ જ વાંધો નથી પરંતુ ગાયોનું હકીકતમાં સમ્માન અને સુરક્ષા જમીની સ્તરે કરવાની જરૂર છે. આ પહેલા ગાય તે સમયે ચર્ચામાં આવી હતી જયારે સ્વામી નિત્યાનંદ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ગાયોને તમિલ અને સંસ્કૃતમાં વાત કરાવી શકે છે. સ્વામી નિત્યાનંદના આવા નિવેદન પછી લોકોએ તેમને સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું.

નિત્યાનંદનો દાવો

નિત્યાનંદનો દાવો

નિત્યાનંદ ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ગાય, વાંદરા અને સિંહની તમિલ અને સંસ્કૃતમાં લોકો સાથે વાત કરાવી શકે છે. બાબાનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિત્યાનંદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આવું પહેલા પણ કરી ચુક્યા છે. વીડિયોમાં નિત્યાનંદ એવો દાવો કરી રહ્યા છે કે તેઓ આવું એક વર્ષમાં કરીને બતાવશે.

English summary
Uttarakhand assembly resolves to declare cow as Rashtra Mata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X