For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં હજી પણ ફંસાયા છે 5 હજાર લોકો, હજારો ગૂમ

|
Google Oneindia Gujarati News

દેહરાદૂન, 26 જૂન : ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનને અસર થવાના કારણે ઉત્તરાખંડના અલગ-અલગ પહાડી વિસ્તારોમાં પણ હજારો લોકો હજી ફસાયેલા છે. જોકે સરકારી સૂત્રો અનુસાર રાહત કાર્ય આવનાર 48થી 72 કલાકમાં પૂર્ણ થઇ જશે, પરંતુ કેટલાંક એવા ગામડાઓ પણ છે જે સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા થઇ ગયા છે.

આ ગામડાઓમાં હજી સુધી કોઇ રાહત અને બચાવ દળ પહોંચી શક્યું નથી. એક અનુમાન અનુસાર ઉત્તરાખંડમાં હજી પણ લગભગ 5 હજાર લોકો ફસાયેલા છે અને 400 લોકો ઓફિસિયલી ગૂમ છે.

બીજી કેદારનાથમાં અજાણ્યા મૃતદેહોની અંત્યેષ્ટિ કરવામાં આવી રહી છે. પ્રશાસન અનુસાર કેદારનાથમાં હવામાન ખરાબ હોવાના કારણે છેલ્લા બે દિવસથી અંત્યેષ્ટિનું કામ થઇ શક્યું નથી. બુધવારે બપોરે હવામાન સાફ થવા પર અંત્યેષ્ટિ કરવામાં આવી. ઉત્તરાખંડમાં આવેલા પૂરથી સૌથી વધારે તારાજી કેદારનાથમાં જ થઇ હતી. કેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેની કોઇ અધિકારીક ખરાઇ કરવામાં આવી નથી.

uttarakhand
ઉત્તરાખંડમાં હવામાન ખરાબ છે. પરંતુ સેનાનું એક હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે ક્રેશ થઇ ગયું હતું જેમાં 20 લોકોના મોત થયા હતા. જોકે સેનાનું મનોબળ તૂટ્યું નથી. બુધવારે પણ 350થી વધારે લોકોને બચાવવામાં આવ્યા. પરંતુ ઘણા વિસ્તારોમાં લોકોને હજી પણ રાહ જોવી પડશે.

જ્યારે બચાવવામાં આવેલા લોકોને જોશીમઠ અને દેહરાદૂન પહોંચાડવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા લોકોને તેમના ઘરે જવા માટે 2000 રૂપિયા, રેલવે ટીકિટ અથવા બસની ટીકિટ આપવામાં આવી રહી છે.

English summary
Uttarakhand: at least 5,000 pligrims still stranded.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X