For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 કલાક સુધી ટનલની અંદર ફસાઈ રહેલ મજૂરોએ જણાવી પોતાની દર્દનાક આપવીતી

આઈટીબીપીના જવાનોએ ટનલમાં કામ કરી રહેલ 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બહાર નીકળ્યા બાદ સુનીલ દ્વિવેદીએ પોતાનો અનુભવ શેર કર્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તરાખંડના ચમોલીમાં જે રીતે રવિવારે ગ્લેશિયલ તૂટવાની ઘટના સામે આવી તેમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા અને ઘણા લોકો આ દૂર્ઘટનામાં હજુ પણ ગાયબ છે. આ દરમિયાન અહીં ટનલમાં કામ કરતા મજૂરો દૂર્ઘટના બાદ આમાં ફસાઈ ગયા. આઈટીબીપીના જવાનોએ ટનલમાં કામ કરી રહેલ 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બહાર નીકળ્યા બાદ સુનીલ દ્વિવેદીએ પોતાનો અનુભવ શેર કર્યો.

અચાનક લોકોએ બૂમો પાડવાનુ શરૂ કરી દીધુ

અચાનક લોકોએ બૂમો પાડવાનુ શરૂ કરી દીધુ

સુનીલે જણાવ્યુ કે અમે ટનલની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે લોકોએ બૂમો પાડવાનુ શરૂ કરી દીધુ, અમને બહાર નીકળવા માટે કહી રહ્યા હતા. અમે ચોંકી ગયા હતા કે છેવટે શું થઈ ગયુ છે. અચાનક ટનલની અંદર પાણી ભરાવા લાગ્યુ અને અમે લોકો તેની અંદર ફસાઈ ગયા, બહાર આવી શક્યા નહિ. અમે ટનલની 300 મીટર અંદર હતા. અમે લોખંડની રૉડ પર અટકેલા હતા. પાણી અમારા માથા પર હતુ. અમે આ રીતે એક કલાક સુધી અંદર ફસાયેલા રહ્યા હતા.

ડઝનેક લોકો હજુ પણ ગાયબ

ડઝનેક લોકો હજુ પણ ગાયબ

તમને જણાવી દઈએ કે રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયો જેના કારણે મોટી દૂર્ઘટના સામે આવી. આ દૂર્ઘટનામાં લગભગ 14 લોકોના જીવ જતા રહ્યા અને 153 લોકો હજુ પણ ગાયબ છે. આ દૂર્ઘટનામાં એનટીપીસી હાઈડલ પાવર પ્રોજેક્ટ, તપોવન વિષ્ણુગણ અને ઋષિ ગંગા પ્રોજેક્ટને પણ ભારે નુકશાન થયુ છે. અહીં કામ કરી રહેલા મજૂરો ટનલની અંદર ફસાઈ ગયા.

પરિવારને મળવાની આશા તૂટી ચૂકી હતી

પરિવારને મળવાની આશા તૂટી ચૂકી હતી

સુનીલે જણાવ્યુ કે એક સમયે અમને લાગ્યુ કે અમે ક્યારેય પોતાના પરિવારે નહિ મળી શકીએ. પરંતુ થોડી વાર પછી પાણી નીકળવાનુ શરૂ થઈ ગયુ અને પાણીનુ સ્તર નીચે જવા લાગ્યુ. અમે મોટા પત્થરોમાંથી બહાર નીકળ્યા, અંદર શ્વાસ લેવાનુ મુશ્કેલ હતુ ત્યારે અમે લોકોએ જોયુ કે અંદર દીવાલમાં ક્રેક થઈ હતી જ્યાંથી અમે શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારબાદ અમને આશા હતી કે અમે બચી શકીએ છીએ, અમને ખબર હતી કે અમારે જીવવાનુ છે, એક વર્કર પાસે ફોન હતો અને તેમાં નેટવર્ક આવી રહ્યુ હતુ. તેણે એનટીપીસીમાં અમારા સુપરવાઈઝરને ફોન કર્યો. થોડી વાર પછી આઈટીપીબીના જવાન અંદર આવી ગયા અને અમને બચાવ્યા.

7 કલાક સુધી ફસાઈ રહ્યા સુરંગમાં

7 કલાક સુધી ફસાઈ રહ્યા સુરંગમાં

ટનલની અંદર કામ કરી રહેલ જે મજૂરો ફસાયા હદતા તેમને જોશીમઠ સ્થિત આઈટીબીપી ફેસિલિટી પર લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમનો ઈલાજ કરાવવામાં આવ્યો. એનડીઆરએફે કહ્યુ કે લો વિઝિબિલિટીના કારણે રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ શકતુ નથી. પરંતુ જે લોકો આ દૂર્ઘટનામાં બચી ગયા છે તેમણે સુરક્ષાકર્મીઓનો આભાર માન્યો છે. એક અન્ય મજૂર બસંતનુ કહેવુ છે કે આ મુશ્કેલ સમય લગભગ 7 કલાક સુધી ચાલ્યો. સવારે 10 વાગ્યાથી પાણી સુરંગની અંદર ભરાયુ અને અમે તેમાં ફસાઈ ગયા. અમને ખબર નહોતી કે શું કરીએ, અમે જીવતા રહીશુ કે નહિ. અમે કોઈ રીતે લોખંડની રૉડ પકડીને સાંજે 5 વાગ્યા સુધી લટકી રહયા. લગભગ 5 વાગે આઈટીબીપીના જવાન અંદર આવ્યા અને અમને બચાવ્યા. તે અમને હોસ્પિટલ લઈ ગયા અને અમારી સારી રીતે દેખરેખ કરી.

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અપડેટઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અપડેટ

English summary
Uttarakhand glacier burst: Know how labours survived in the tunnel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X