સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે એક્શનમાં ઉત્તરાખંડ સરકાર, પતંજલિની 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યો
દેશના કાયદાઓને ઘોળીને પી જનારા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટે ઘુંટણીયે લાવી દીધા છે. આ બાદ હવે ઉત્તરાખંડ સરકારે પણ મોટી કાર્યવાહી કરી છે.
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવની પતંજલિને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. ઉત્તરાખંડ સરકારે યોગ ગુરુ રામદેવની માલિકીની આયુર્વેદિક કંપની પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઉત્તરાખંડ સરકારે પતંજલિના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાયસન્સ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના ઉત્પાદનો પર આ પ્રતિબંધ લગાવ્યો છે.
આ સિવાય રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ વિરુદ્ધ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડિઝ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
દિવ્યા ફાર્મસીના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વસારી પ્રવાહી, શ્વાસરી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ ગોલ્ડ અને પતંજલિ દ્રષ્ટિ આઇ ડ્રોપ સમાવે છે.












Click it and Unblock the Notifications
