ત્રિવેન્દ્ર સિંહ રાવત બનશે ઉત્તરાખંડના CM, કાલે લેશે શપથ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરાખંડ માં ભાજપ પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહી છે, આ સરકારની કમાન કોના હાથમાં રહેશે એનો નિર્ણય પણ લેવાઇ ચૂક્યો છે. રાજધાનીની પેસિફિક હોટલમાં મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અનુસાર પાંચ વર્ષ સુધી ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉત્તરાખંડ સરકારનો કારભાર સંભાળશે.

trivendra singh rawat

ખાસ વાતો

  • ઉત્તરાખંડના મુખ્યમંત્રીની રેસમાં બીસી ખંડૂડી, વિજય બહુગુણા, સતપાલ મહારાજ અને પ્રકાશ પંતનો પણ હતા, પરંતુ વરિષ્ઠ નેતાઓ દ્વારા ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
  • રાવત પહેલેથી જ અમિત શાહની નજીક હોવાનું મનાય છે.
  • તેઓ શનિવારના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે.
  • શપથ ગ્રહણ સમારંભ પરેડ ગ્રાઉન્ડમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે થશે.
  • શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
English summary
Trivendra Singh Rawat elected as BJP Legislative Party leader in Uttarakhand, will take oath as CM tomorrow.
Please Wait while comments are loading...