Uttarakhand Tunnel Rescue : ફસાયેલા તમામ મજુરોને 1 લાખની સહાય અપાશે
ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા તમામ 41 મજુરોને સફળતાપુર્વક બચાવી લેવાયા છે. રેસ્ક્યુ ઓપરેશન પુરૂ થયા બાદ સરકારે 1 લાખની સહાયની જાહેરાત કરાઈ છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને સરકાર 1 લાખની આર્થિક મદદ કરશે. આ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરે જવા સુધી હોસ્પિટલમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, સુરંગમાં ફસાયેલા તમામ કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સિવાય સરકાર પરિવારના સભ્યો અને કામદારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રમિકો સ્વસ્થ થયા બાદ સરકાર દ્વારા 1 લાખ રૂપિયાના ચેક આર્થિક સહાય તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ઘરે જવાનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, બાબા બોખનાગ અને દેવભૂમિના દેવી-દેવતાઓની કૃપાથી ઓપરેશન સફળ થયું છે. સિલ્કિયારામાં બોખનાગ દેવતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે બાબા બોખનાગના આશીર્વાદથી તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. બાબા બોખનાગનું મંદિર બનાવવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે. સરકાર આ માંગ પૂરી કરશે. આ માટે અધિકારીઓને મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
