ઉત્તરકાશી ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા 41માંથી 40 મજૂર ફિટ અને ફાઈન, પોત-પોતાના ઘરે જવાના રવાના
Silkyara Tunnel 41 Rescued Workers: ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારા ટનલમાંથી બચાવી લેવામાં આવેલા તમામ 41 મજૂરો હવે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે. 28 નવેમ્બરના રોજ બચાવી લેવામાં આવેલા 41 કામદારોમાંથી 40ને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઋષિકેશ (AIIMS) ખાતે સંપૂર્ણ તપાસ બાદ ઘરે પરત ફરવા માટે શારીરિક અને માનસિક રીતે યોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
ગુરુવારે મોડી રાતે આ સમાચાર સામે આવ્યા. બાકીના કર્મચારીનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તેમને પણ રજા આપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જે બાદ આ તમામ મજૂરોને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યા અને પોતપોતાના ઘરે જવા રવાના થયા.

ઉત્તરકાશીમાં આવેલી સિલ્ક્યારા ટનલ 12 નવેમ્બરે તૂટી પડતાં 41 મજૂરો ફસાયા હતા. આ તમામ કામદારો ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 4.5 કિલોમીટર લાંબી ટનલના છેલ્લા 400 મીટરના ભાગને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા હતા. 17 દિવસના કઠિન બચાવ કાર્ય પછી, 28 નવેમ્બરના રોજ દરેકને સુરક્ષિત રીતે ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તબીબી તપાસ માટે એઈમ્સ-ઋષિકેશ લઈ જવામાં આવ્યા હતા.
કામદારોને 24 કલાક તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી. AIIMS-ઋષિકેશના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર.બી. કાલિયાએ જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસ બાદ કોઈપણ કર્મચારીને ઈજા કે કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા મળી નથી.
જો કે, તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ ખાતરી કરવા માટે ઉંડી તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘણા પરીક્ષણો પછી, તેઓ બધા શારીરિક રીતે ફિટ અને તબીબી રીતે સ્થિર જણાયા હતા. તેમને મંજૂરી પત્ર આપવામાં આવ્યું છે જેથી કરીને તેઓ તેમના ઘરે પાછા જઈ શકે.''
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "તેમાં માત્ર એવા ફેરફારો જોવા મળ્યા જે ઊંચાઈવાળા હિમાલયના પ્રદેશોમાં કામ કરતા મજૂરોમાં જોવા મળે છે. આમાં કોઈ ગંભીર કે ચિંતાનું કારણ નથી. આ અંગેની માહિતી તમામ રાજ્યોને મોકલી દેવામાં આવી છે.
#WATCH | The 41 rescued workers from the Silkyara tunnel arrive at Delhi Airport. pic.twitter.com/oKTyL1oQff
— ANI (@ANI) November 30, 2023












Click it and Unblock the Notifications
