ઉત્તરકાશી સુરંગથી બહાર આવેલા શ્રમિકોને ઘરે જવા માટે હજુ જોવી પડશે રાહ, એઈમ્સ એલર્ટ, હેલીકૉપ્ટર સ્ટેન્ડબાય
Uttarkashi Tunnel: ઉત્તરાખંડ સ્થિત સિલ્ક્યારા ટનલમાં દિવાળીની સાંજથી 41 મજૂરો ફસાયેલા હતા. ત્યારપછી આ કામદારોને બહાર કાઢવાના સતત પ્રયાસો થઈ રહ્યા હતા. આખરે મંગળવારે સાંજે શ્રમિકો સુરંગમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.
કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તેમને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. NDRFની ટીમ કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા ટનલની અંદર ગઈ હતી. એનડીઆરએફની ત્રણ ટીમો ટનલની અંદર ગઈ અને એક પછી એક કામદારોને બહાર કાઢ્યા.

આ કામદારોને 800 મીમી જાડી રેસ્ક્યુ પાઇપ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ કાર્યકરો બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમને ગળે લગાવીને અને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
મેડિકલ સુવિધા ટનલની અંદર જ ગોઠવવામાં આવી હતી. તેમાં કામદારોને રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે એમ્બ્યુલન્સને અહીંથી પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે બીઆરઓએ રસ્તો બનાવ્યો હતો.
સુરંગની બહાર જ કામદારોની તપાસ કરવામાં આવી હતી. સુરંગમાંથી બહાર આવ્યા બાદ બહાર પહેલાથી જ ઉભેલી એમ્બ્યુલન્સમાં કામદારોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ કામદારોને ચિન્યાલીસૌરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ હૉસ્પિટલ ટનલથી લગભગ 30 કિલોમીટર દૂર છે, જ્યાં 41 પથારી અને વરિષ્ઠ ડૉક્ટરોની ટીમ પહેલેથી જ તૈનાત હતી. હૉસ્પિટલ પહોંચ્યા બાદ આ કામદારોની સારવાર શરૂ કરવામાં આવશે.
ટનલમાંથી બહાર આવેલા કામદારોએ ઘરે જવા માટે હજુ રાહ જોવી પડશે. એનડીએમએના સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને કહ્યું કે સુરંગમાંથી બહાર આવ્યા બાદ કામદારોને 48-72 કલાક સુધી ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે. તબીબો અને આરોગ્ય નિષ્ણાતોની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત એઈમ્સ ઋષિકેશને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
જો કોઈપણ કાર્યકરને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે અને તે ચિન્યાસીલાડમાં સંપૂર્ણ સારવાર ના મેળવી તો તેને અન્ય હૉસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવશે. આ માટે સેનાના ચિનૂક હેલિકૉપ્ટરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે સોમવારે ટનલમાં હોરિઝોન્ટલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, 48 મીટર ડ્રિલિંગ કર્યા બાદ અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયું હતું, ત્યારબાદ રેટ માઈનિંગ કરનારાઓની ટીમને બોલાવવામાં આવી હતી. આની જવાબદારી ટ્રેન્ચલેસ એન્જિનિયરિંગ સર્વિસ અને નવયુગ એન્જિનિયર્સ ખાનગી કંપનીઓએ લીધી હતી. જેમાં 12 નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.
સોમવારે જ્યારે રેટ માઈનર્સે હાથ વડે ખોદકામ શરૂ કર્યું ત્યારે 24 કલાકમાં 12 મીટર સુધી ખોદકામ કર્યું. જેના કારણે કામદારોને બહાર કાઢવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. સૈયદ અતા હસને જણાવ્યું હતું કે રેટ માઈનર્સે 24 કલાકથી ઓછા સમયમાં 10 મીટરનું ખોદકામ કરીને જબરદસ્ત કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
