Uttarkashi Tunnel Rescue : ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન ફરી રોકાયુ, જાણો કેમ?
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજુરોને બહાર કાઢવા માટેના ઓપરેશનને ફરીથી રોકવાની ફરજ પડી છે. કેટલાક સમય માટે બચાવ કામગીરી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કામગીરી રોકવા પાછળનું કારણ ડ્રિલિંગ રેસ્ક્યુ ટીમ દ્વારા આપવામાં આવ્યું છે. ટીમે કહ્યું છે કે નિષ્ણાતો સમસ્યાના ઉકેલ માટે ઝડપથી કામ કરી રહ્યા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 41 મજુરો ફસાયા છે. શુક્રવારે સાંજે રેસ્ક્યુ ટીમે કહ્યું કે, ઓગર મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
ડ્રોન ટેક્નોલોજી વિશે વાત કરતાં રેસ્ક્યૂમાં સામેલ ટીમના એક સભ્ય સ્ક્વોડ્રન ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડના MD અને CEO સિરિયાક જોસેફે જણાવ્યું કે, આ એક નવી ટેક્નોલોજી છે જે એવા વિસ્તારોમાં પણ કામ કરે છે, જ્યાં GPS નથી.
સિલ્કયારકા ટનલમાં રેસ્ક્યુ અટકાવવા અંગે જીપીઆર સર્વે ટીમના મેમ્બર ટેકનિશિયન ભરત સિંહે જણાવ્યું કે, ટનલમાં જીપીઆર ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર ગ્રાઉન્ડ સ્કેનિંગ મશીન છે. જે ધાતુની વસ્તુ, ખડકો અને સખત પથ્થરોની આંતરિક સ્થિતિ શોધી કાઢે છે.
જીપીઆર સર્વેક્ષણ ટીમના સભ્ય બી ચેન્દુરે જણાવ્યું કે, ઓગર મશીનમાં કંઈક અટવાઈ ગયું હતું. જીપીઆર અમને એ જાણવામાં મદદ કરે છે કે ધાતુની વસ્તુ કેટલી દૂર છે.જીપીઆર મૂળભૂત રીતે સ્કેન કરે છે. તેને ચલાવવા માટે બે લોકોની જરૂર પડે છે. જરૂરિયાત મુજબ, એક તેને ચલાવે છે અને અન્ય મશીનનો ડેટા એકત્રિત કરે છે.
આ પહેલા ખુલબેએ આશા વ્યક્ત કરી કે, શુક્રવાર સુધીમાં ટનલમાં ફસાયેલા કામદારોને બચાવી લેવામાં આવશે. પરંતુ હવે ટેક્નિકલ ખામી સર્જાતા બચાવ કામગીરી અટકાવવી પડી. તેમણે કહ્યું કે ટનલમાં આગામી 5 મીટર સુધી કોઈ મેટલ બેરિયર નથી. આ સ્થિતિમાં ડ્રિલિંગ અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.
વડા પ્રધાન કાર્યાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ જણાવ્યું કે, ટનલમાં નાખવામાં આવેલ પાઇપનો 2 મીટરનો ભાગ કાપવો પડ્યો, કારણ કે તે ડ્રિલિંગ દરમિયાન ઘર્ષણને કારણે સંકોચાયો હતો.
તેમણે કહ્યું કે, ગુરુવારે ઓગુર હેવી-ડ્યુટી ડ્રિલરમાં બ્લોકેજ અને વધુ પડતા દબાણ પછી આ બન્યું. શુક્રવારની સવારે ખુલબેએ કહ્યું હતું કે, જે પ્લેટફોર્મ પર ઓગુર ડ્રિલિંગ મશીન લગાવવામાં આવ્યું હતું તેમાં ગુરુવારે કેટલીક તિરાડો પડી હતી. જો કે, ત્યારબાદ તિરાડોનું સમારકામ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
