Exit Poll: ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળવાના અણસાર
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017માં આ વખતે કમળ ખીલશે કે હાથ બાજી મારશે, એ તો 11 માર્ચના રોજ જ જાણવા મળશે.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017 માં આ વખતે કમળ ખીલશે કે હાથ બાજી મારશે, એ તો 11 માર્ચના રોજ જ જાણવા મળશે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં પહેલાં ઘણી સમાચાર ચેનલો પોતાના એક્ઝિટ પોલ જાહેર કરશે. એક્ઝિટ પોલમાં ચૂંટણીનું સર્વેક્ષણ કરતી એજન્સિઓ અને વિશેષજ્ઞો જણાવશે કે, આ વખતે કઇ પાર્ટી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017માં કઇ પાર્ટીને કેટલી સીટો મળશે તથા કોણ ઉત્તરાખંડમાં સરકાર બનાવશે?

સમાચાર ચેનલ ન્યૂઝ 24 અને સર્વે એજન્સિ ચાણક્ય અનુસાર ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે એવી સંભાવના છે. ચાણક્યના સર્વેમાં ભાજપને 53 અને કોંગ્રેસને 15 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સમાચાર ચેનલ આજ તક અનુસાર ઉત્તરાખંડમાં ભાજપને 43 ટકા વોટ શેર દ્વારા 46થી 53 સીટો મળવાની શક્યતા છે, તો સામે કોંગ્રેસને 34 ટકા વોટ શેર દ્વારા 12થી 21 સીટો મળવાની શક્યતા છે. બસપાને 8 ટકા વોટ શેર સાથે 1-2 સીટો મળી શકે એમ છે, જ્યારે કે 15 ટકા વોટ શેર સાથે 1-4 સીટો અન્યોના ખાતામાં જશે.
સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવી અને સર્વે એજન્સિ સી-વોટર્સ અનુસાર ઉત્તરાખંડમાં ભાજપને 29-35 સીટો તથા કોંગ્રેસને પણ 29-35 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સમાચાર ચેનલ ઇન્ડિયા ટુડે તથા સર્વે એજન્સિ એક્સિસ અનુસાર ભાજપને 46-53, કોંગ્રેસને 12-21, બસપાને 1-2 તથા અન્યોને 1-4 સીટો મળી શકે છે.
એબીપી-સીએસડીએસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 34થી 42 સીટો તથા સત્તારૂઢ કોંગ્રેસને 23-29 સીટો મળવાનું અનુમાન લગાવાયું છે. અન્યોને બાગે 3થી 9 સીટો આવવાની શક્યતા દર્શાવાઇ છે.
સમાચાર ચેનલ ન્યૂઝ એક્સ અને સર્વે એજન્સિ એમઆરસી અનુસાર ઉત્તરાખંડમાં ભાજપને 70માંથી 38 સીટો મળી શકે છે. કોંગ્રેસના ખાતામાં 30 સીટો આવશે તથા અન્યોને 2 સીટો મળશે, એવું અનુમાન લાગવાયું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
