For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ : નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ લાદવા કાયદો

|
Google Oneindia Gujarati News

uttarakhand-rain
દહેરાદૂન, 6 જુલાઇ : ઉત્તરાખંડમાં પ્રલયકારી વરસાદને પગલે આવેલા પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં મોટી કુદરતી હોનારત સર્જાઇ હતી. જેના કારણે હજારો જિંદગીઓનો ભોગ લેવાયો છે. આવી પરિસ્થિતિને સર્જાતી રોકવા માટે હવે ઉત્તરાખંડમાં નવો કાયદો આવશે. જેમાં નદી કિનારે કોઇ પણ પ્રકારનું બાંધકામ કરવા દેવામાં આવે. નદી કિનારે બાંધકામને ગેરકાયદેસર માનવામાં આવશે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુભાષ કુમારનું કહેવું છે કે આ માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય બહુગુણા પણ આ વાત કહી ચૂક્યા છે. તેમણે અમ પણ જણાવ્યું છે કે હવે જો આ પ્રકારનું બાંધકામ જોવા મળ્યું તો તેના માટે સરકારી અધિકારીને જ દોષિત ગણવામાં આવશે.

હોનારતને પગલે સરકારને નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ મુકવા માટે કાયદો બનાવવાનો નિર્ણય તો લઇ લીધો છે પણ એ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે વર્તમાનમાં જે બાંધકામો છે તેની સામે પગલાં લેવા કે નહીં અને લેવા તો કેવા પ્રકારના પગલાં લેવા. આ બાંધકામો તોડવામાં આવશે કે કાયદો હવે પછી નિર્માણ પામનારા બાંધકામ પૂરતો જ હશે.

આ ઉપરાંત માનવ અધિકાર પંચે પણ ઉત્તરાખંડ સરકારને સૂચના આપી છે કે રાજ્યમાં જે પણ યાત્રીઓ આવે તેમની નોંધણી ફરજિયાત બનાવવી. કારણ કે તેમની સંખ્યાનો ખ્યાલ આવી શકતો નથી.

English summary
Uttrakhand : Law to ban construction on river bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X