For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 પાસ માટે એરફોર્સમાં નોકરીનો શાનદાર મોકો, આવી રીતે ફોર્મ ભરો

12 પાસ માટે એરફોર્સમાં નોકરીનો શાનદાર મોકો, આવી રીતે ફોર્મ ભરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે ધોરણ 12 પાસ હોવ અને નોકરીની શોધમાં હોવ અથવા તો તમે એરફોર્સમાં જોડાઈને ભારત માતાની સેવા કરવા માંગતા હોવ તો તમારા માટે આ સર્વશ્રેષ્ઠ મોકો છે. ભારતીય વાયુસેનાએ એરમેનના પદ પર વેકેન્સી બહાર પાડી છે. એરફોર્સમાં નોકરી માટે તૈયારી કરી રહેલ યુવાનો આ પદો માટે અરજી કરી શકે છે. આ ભરતીઓ એક્સ ગ્રુપ અને વાઈ ગ્રુપમાં થનાર છે. ભારતીય વાયુસેનાની વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.

પદોનું વિવરણ

પદોનું વિવરણ

ગ્રુપ એક્સ, વાઈ ટ્રેડમાં એરમેન.

અવિવાહિત પુરુષ (ભારતીય/નેપાળી) ઉમેદવારો એરમેન ગ્રુપ એક્સ (એજ્યુકેશન ઈન્સ્ટ્ર્ક્ટર સિવાય) અને એરમેન ગ્રુપ વાય માટે અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ આયુ 21 વર્ષથી વધુ ના હોવી જોઈએ.

યોગ્યતા

યોગ્યતા

શૈક્ષણિક યોગ્યતા- ગ્રુપ એક્સ પદો માટે ઉમેદવારે સાઈન્સ સ્ટ્રીમમાં 12મું પાસ હોવું જોઈએ. સાથે જ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કે ડિગ્રી હોવી જોઈએ.

ગ્રુપ વાઈના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ સ્ટ્રીમમાં 50 ટકા અંકો સાથે 12મું પાસ કર્યું હોવું જોઈએ.

અરજી ફી- આ પદો પર અરજી માટે ફી તરીકે ઉમેદવારોએ 250 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા

પસંદગી- ઉમેદવારોનું સિલેક્શન ફેઝ 1 (ઓનલાઈન ટેસ્ટ), ફેઝ 2, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, એડેપ્ટિબિલિટી ટેસ્ટના આધારે કરવામાં આવશે.

2 જાન્યુઆરીથી આ પદો પર અરજીની પ્રક્રિયા શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી સુધીની નક્કી કરવામાં આવી છે. અરજદારairmenselection.cdac.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

જામિયા વિવાદઃ વાહનોમાંથી પેટ્રોલ કાઢી મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવાઈજામિયા વિવાદઃ વાહનોમાંથી પેટ્રોલ કાઢી મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવાઈ

English summary
vacancy in indian air force for x and y category
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X