For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ, કોરોનાથી સાજા થયાના 3 મહિના પછી હવે લાગશે વેક્સીન અને બૂસ્ટર ડોઝ

જે લોકોનો કોવિડ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે તેમને ત્રણ મહિના પછી વેક્સીન કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર તરફથી શુક્રવારે એ માહિતી આપવામાં આવી છે કે જે લોકોનો કોવિડ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે તેમને ત્રણ મહિના પછી વેક્સીન કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદથી કુલ 90 દિવસ બાદ જ કોરોના વેક્સીન કે બૂસ્ટર ડોઝ લગાવવા માટે યોગ્ય રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને પત્ર લખ્યો. તેમણે જણાવ્યુ કે એવા લોકો જેમને કોવિડ થયો છે અને તે વેક્સીનેશન માટે યોગ્ય છે. તેમને લઈને ગાઈડન્સ માટે ઘણા રાજ્યો તરફથી માહિતી માંગવામાં આવી હતી.

coronavirus

આનો જવાબ આપીને કેન્દ્રએ લખ્યુ છે કે જો કોઈનો કોવિડ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હોય, એવા યોગ્ય વ્યક્તિઓએ કોવિડ વેક્સીન સાથે-સાથે જે લોકો બૂસ્ટર ડોઝ માટે પણ યોગ્ય છે, તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યાના ત્રણ મહિના બાદ જ ડોઝ આપવામાં આવી શકાશે. આવા લોકોએ ત્રણ મહિના રાહ જોવી પડશે. વિકાસ શીલે પત્રમાં લખ્યુ કે તેને બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ તરત અમલમાં લાવે.

વિકાસ શીલે જણાવ્યુ કે કોરોના વેક્સીનને લઈને આ આદેશ વૈજ્ઞાનિક પ્રમાણ અને નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 15થી 17 વર્ષ સુધીના બાળકોને કોરોના વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરુ થઈ ગયુ હતુ. વળી, હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સ અને એવા વ્યક્તિઓ જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અને તે ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. એવા લોકોને 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ લાગી રહ્યા છે. એવા વ્યક્તિઓ કે જેમને બંને ડોઝ લાગ્યાને 9 મહિના પૂરા થઈ ચૂક્યા છે તેમને જ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યા છે.

વર્તમાન સમયમાં અત્યારે 15થી 17 વર્ષ સુધીના બાળકોનુ વેક્સીનેશન ચાલી રહ્યુ છે. વળી, બીજી તરફ સરકાર 12થી 14 વર્ષ સુધીના બાળકોના વેક્સીનેશનની તૈયારી કરી રહી છે. આશા રાખવામાં આવી રહી છે કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ કે પછી માર્ચની શરુઆતથી 12થી 14 વર્ષ સુધીના બાળકોનુ વેક્સીનેશન શરુ થઈ જશે. સરકારનુ લક્ષ્ય છે કે 15થી 17 વર્ષ સુધીના બાળકોનુ વેક્સીનેશન જલ્દી પૂરુ કરી લેવામાં આવે.

English summary
Vaccination and precaution dose after 3 months of corona recovery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X